________________
૩૫
છે. મંજરીને દેશ દેશમાં પર્યટન કરી વર શોધવાની ઇચ્છા થઈ. સખી લવલિકા અને મંજરી પિતાજીની સંમતિ લઈ નિકળી પડયા. એ બંને ફરતા ફરતા આહ્વાદમંદિર ઉદ્યાનમાં આવ્યા. ત્યાં કોઈ એક રાજકુમારને જોતાં જ એના ઉપર અત્યંત મોહિત બની ગઈ. લવલીકાને વાત કરી, લવ લીકાએ પિતાને જઈ વાત કરી પિતાએ રાણીને કહ્યું તું જલદી આáાદમંદિર જા. રાણી ત્યાં આવી. એક રાત્રી મહામુશીબતે પૂર્ણ કરી. સવારે લવલીકાએ એ બંને કુમારને શોધી કાઢયા. હું કામલતા રાણું છું. ગુણધારણ! તમે મારી કન્યાનો સ્વીકાર કરે. કુલધર દ્વારા એ પ્રસ્તાવ મૂકાવ્યો.
કામલતાની વાતને સ્વીકારવામાં આવી. સવે મદનમંજરી પાસે આવ્યા. ગુણધારણને જોતાં મંજરીના હૈયામાં આનંદ સમાતો ન હતો. એ વખતે કનકદર રાજા ત્યાં આવી ગયા. એમને પણ આનંદ થયો. એટલામાં “ચટુલ” દૂત આવી રાજાના કાનમાં કાંઈક કહી ચાલ્યો ગ. સંક્ષિપ્ત વિધિએ તરત લગ્ન કરી દેવામાં આવ્યા. એવામાં ગુસ્સે થએલા વિદ્યાધર યુદ્ધ માટે આવ્યા. કનકોદરે વીરગર્જના કરી. બંને પક્ષ લડવા તૈયાર થયા. ગુણધારણને પોતાના નિમિત્તે યુદ્ધ થતું જોઈ દીલગીરી થઈ. કેઈએ બન્ને સૈન્યને થંભાવી દીધા. વિરોધી સૈનિકે ગુણધારણનું રૂપ અને સત્વ જઈ પોતાની ભૂલ સમજ્યા. ક્ષમાયાચનાને ભાવ થયો. બન્ને સેન્યની મુક્તિ થઈ. ગુણધારણના પિતા ત્યાં આવી પહોંચ્યા. બધાને આનંદ થયો. “જયકુંજ૨ગજરાજ ઉપર મધુવારણ અને ગુણધારણ બેઠા. સન્માન પૂર્વક નગર પ્રવેશ કર્યો. ગુણધારણ અને મદનમંજરી અપૂર્વ સુખ ભેગવવા લાગ્યા.
બીજે દિવસે ગુણધારણે કુલંધરને જણાવ્યું કે મેં રાત્રે સ્વપ્નમાં પાંચ વ્યક્તિઓ જોયા હતા. એ મને મદદ કરે છે એમ સ્વપ્નમાં કહી ગયા. ગુણધારણ એને ભાવ સમજી ના શકયે. પોતાને પાંચ