________________
ઉપમિતિ કથા સારદ્વાર
સમાન અને સ્થિર પરાક્રમી હતા. મેરૂ પર્વતની જેમ પ્રકટ ઉદયવાળો હતે.
દેએ મેરૂ દ્વારા સમુદ્રમંથન કરીને લક્ષમી પ્રાપ્તિ કરી હતી એમ આ મહારાજાએ સાગર જેવા વિશાળ શત્રુન્યને મથી રાજ્યલક્ષમી પ્રાપ્ત કરી હતી.
રૂપ અને સૌંદર્યથી અમર સુંદરીઓને નિસ્તેજ બનાવતી, ગુણથી સતીઓની હરોળમાં આવતી. પતિદેવના મનમંદિરમાં વિનયથી સ્થાન મેળવતી શ્રી “જયસુંદરી” નામે એમના મહારાણી હતા. હરિશેખરના ત્યાં ધનશેખર:
આ નગરમાં હરિશેખર નામના એક શ્રેણી હતા. મુસાફરી કરતા મુસાફરોને વૃક્ષ પિતાની શીતળ છાયા આપે, તેમ આ હરિશેખર દુખી મનુષ્યને દાન-સહાય આપી મનને શાંતિ આપતા હતા. ઉદારતા દાક્ષિણતા આદિ વિશિષ્ટ ગુણને કારણે એ રાજમાન્ય બની ગયા હતા.
હરિશેખરને બંધુમતી નામની પત્ની હતી. એને આત્મા શીયલ, વિનય, કરુણા, અનુકંપાના રત્નજડિત આભૂષણેથી સુશોભિત હતે. એ પતિ માટે સનેહમૂર્તિ સમી આદર્શ હતી.
અગૃહીતસંકેતા! મારી સ્ત્રી ભવિતવ્યતાએ મને નવીન ગૂટિકા આપી. તે ગુટિકાના પ્રભાવે હું બધુમતીની કુક્ષીમાં દાખલ થયો.
મેઘ વર્ષોથી ધરતીમાં અંકુરા ખીલી ઉઠે તેમ પૂર્ણ સમય