________________
૧૮
ઉપમિતિ કથા સારદ્વાર
પ્રતાપે સાગરને ઓળંગી રત્નદ્વીપે વિના ઉપદ્રવે પહોંચી ગયા. અમે સૌ આનંદમાં આવી ગયા. સફર સલામત નીકળી.
મારા સાથીદાર વેપારીઓ રત્નદ્વીપે ઉતર્યા અને લાવેલ માલ વેચે અને બીજા જોઈતા માલની ખરીદી કરી. સૌ પિતાના વહાણે તૈયાર કરી પાછા જવા વિચાર કર્યો અને સાગરતટે આવી પહોંચ્યા.
પરન્તુ મિત્ર સાગરે મને સલાહ આપી કે ભાઈ ધનશેખર ! તું રત્નદ્વીપથી પાછો કાં ફરે છે? અરે! અહીં તે લીંબડાના પાંદડાના બદલે રત્ન પ્રાપ્ત થાય છે. તને એવી તે શું ઉતાવળ છે? ધીરે થા અને અહીં જ હાલ રેકાઈ જા.
મિત્રની સલાહથી મેં ત્યાં દુકાન ચાલુ કરી. રત્નેને વેપાર ચાલુ કર્યો.