________________
ધનશેખર
:
પ્રમાણે આપી પાસે શુભ મુહૂર નેહીઓની
મેં કહ્યું, આપની મેટી મહેરબાની. રત્નદ્વીપ ગમન :
વડિલશ્રીની આજ્ઞા પ્રાપ્ત થતાં સામુદ્રિક સફરની સુાગ્ય તૈયારીઓ કરાવવી ચાલુ કરી. મેટા વહાણે તૈયાર કરાવ્યાં. ખલાસીઓ વિગેરેની સુવ્યવસ્થા કરી. પરદેશમાં સારો લાભ કરાવે એવા કરીયાણું લીધાં. માર્ગમાં ખાન-પાન માટે પૂરતા પ્રમાણમાં વસ્તુઓને સંગ્રહ કર્યો.
સુશ્રી જ્યોતિષી પાસે શુભ મુહૂર્ત કઢાવ્યું. પ્રયાણ સંબંધી વિધિમંગલ કરાવવામાં આવ્યા. સ્વજને અને સનેહીઓની રજા લઈ વહાણ ઉપર હું આરૂઢ થયા.
અન્ય માનવે પણ પિતપતાના વહાણે ઉપર આરૂઢ થયા. સૌને પિતપતાના સ્વજને અને સનેહીએ વળાવવા આવ્યા હતા.
વહાણવટીઆઓએ સમુદ્રસફરની યોગ્ય ક્રિયાઓ કરી. સમુદ્રના અધિષ્ઠાયક દેવની સ્તુતિ કરી. શ્રીફળ અને લાલવસ્ત્ર દ્વારા લવણકરની પૂજા કરી. મંગળ શંખનાદ કુંકાયા. વહાણના સઢ ચડાવવામાં આવ્યા. લંગર પાછા ખેંચી લેવામાં આવ્યા.
સુકાનીઓએ સુકાન સંભાળ્યું અને જયજય બોલતા વહાણ હંકાર્યા. પવન સાનુકુળ હતા. મારા મિત્ર સાગર અને પુણ્યોદય પણ સાથે જ હતા. | મુનિ મહાત્માઓ સંસાર સાગરને પાર કરી લોકના અગ્ર ભાગે રહેલ સિદ્ધશિલામાં બિરાજમાન થાય તેમ પુણ્યોદયના