________________
ધનશેખર
૧૪
બકુલ ધનપતિએ કહ્યું, વત્સ ! તારે માત્ર ધન મેળવવું હોય તે મારી વાત ધ્યાનમાં લે, અગણિત આપત્તિઓના ભંડાર સમા સાગરની મુસાફરીની વાત જવાદે. હું તને જોઈતા પ્રમાણમાં ધન આપું, તે લઈ આ જયપુર નગરમાં જ વેપાર કર અને ધન મેળવ. તારી મનોકામના પૂરી કર. ' કહ્યું, પૂજ્યશ્રી ! આપની સમુદ્ર ખેડવા માટે ના છે અને અહીંજ વેપાર કરવાનો આગ્રહ છે તે હું એમ કરીશ. પરન્તુ હું આપનાથી જુદે રહીશ. દુકાન અને વેપાર જુદા કરીશ. મારે તમારી મૂડી જોઈતી નથી. મારી એાછી મૂડીમાં પણ મારે સફળ બંધ કરવાનું છે.
મૃગનયને! મને બકુલ ધનપતિએ અનુમતિ આપી એટલે મેં જુદે ધંધે ચાલુ કર્યો. એક ધંધામાં ફાવટ આવી એટલે બીજામાં પણ મેં માથું માગ્યું. એમ દરેકમાં પુર્યોદયના પ્રતાપે ફાવટ આવતી ગઈ અને સેંકડે ધંધામાં હું જોડાઈ ગયે. લાભે લેભ વધે ઘણું :
અનેક વેપાર કરતાં મારી પાસે હજાર સુવર્ણ મુદ્રા હતી તે બે હજાર સુવર્ણ મુદ્રા બની ગઈ. બે હજાર સુવર્ણ મુદ્રા જોઈ દસ હજારની આકાંક્ષા જાગી અને એ ઈચ્છા પૂર્ણ થઈ | મારો લાભ આગળ વધે, લક્ષપતિ થવાના કેડ જાગ્યાં અને લક્ષ સુવર્ણ મુદ્રાઓને સ્વામી બની ગયો. હવે કેટપતિ થવાના કેડ જાગ્યા.
મારા પ્રિય મિત્ર સાગરની સહાય હું લેતે હતે. કેટી