________________
ઉપમિતિ કથા સારદ્વાર
મને નમ્રતા અને પ્રેમ પૂર્વક પૂછયું કે આપનું નામ, નામ, વિગેરે કહેશે?
ધનપતિની નિખાલસ રીતભાતથી મેં સાચા ઉત્તર આપ્યા. મારું કુળ, નેત્ર, સ્થિતિ વિગેરે સાંભળી ધનપતિએ વિચાર કર્યો કે આ ધનશેખર મારા પુત્રીરત્ન માટે સુયોગ્ય છે. સુરોગ્ય જામાતા પ્રાપ્ત થવાની આકાંક્ષાથી એએ આનંદિત બની ગયા.
તરત જ પિતાની પુત્રી કમલિની સાથે મારા લગ્ન કરાવી દીધાં. કમલિનીનું રૂપ કામદેવના પત્ની શ્રી રતિદેવીના રૂપને તિરરકાર કરે એવું હતું. રતિદેવીનું રૂપ ચોરાઈને કમલિનીના શરીરમાં આવી વસી ગયું જણાતું હતું.
લગ્ન પછી ધનપતિ શ્રી બકુલે મને કહ્યું, વત્સ! આ મારું ભુવન તારું જ છે, સંપત્તિ પણ તારી જ છે. મારી પુત્રી કમલિનીને સાથે આનંદપૂર્વક સ્વૈચ્છિક સુખે અહીં જ વિલસે. કઈ પ્રકારની ચિંતા કરવાની નથી. ધનલાભને ઉછાળે: ' કહ્યું સસરાજી! આપની વાત ઘણું સારી છે, પરંતુ
જ્યાં સુધી હું ભુજાબળથી રત્નના ઢગલાઓ ઉપાર્જન ન કરું, ત્યાં સુધી ભેગવિલાસને હું વિડંબના માનું છું. એ એક મહા વિપત્તિ છે. કૃપા કરીને આપે મને વિલાસવૃત્તિઓને ઉત્તેજિત કરનારી આજ્ઞા ન આપવી.
આપ મને કેઈ સારે સથવારે ગતી આપે એની સાથે હું રત્નદ્વીપ જાઉં અને રત્નના ઢગલાઓ એકઠા કરી પાછા અહીં આવું. મને પુરૂષાર્થ કરવા દે.