________________
ઉપમિતિ કથા સારોદ્ધાર
દડ દડ આંસુઓ પાડવા લાગ્યા. બેટા ! તારા વગર હું જીવી શકું નહિ. અહીં ક્યાં બેટ છે? એ છતાં તારે ધન મેળવવું હોય તે આ નગરમાં ધંધા-વણિજ કર. | માતાજીને પણ મહામહેનતે સમજવી અનુમતિ મેળવી. પહેરેલા બે વચ્ચે લઈ હું ધનની શોધમાં નિકળી ગયે. સાથે પાથેય કે પૈસા કાંઈ ન લીધા. ધન મેળવવાને ઉપાય?
મેં પ્રયાણ આદર્યું ત્યારે મારી સાથે મારા અંતરંગ બે મિત્રો હતા. સાગર અને પુણ્યોદય.
મારું પ્રયાણ દક્ષિણ દિશા તરફ હતું. સમુદ્ર કિનારે આવેલા જયપુર” નગરના બહારના વનમાં એક વૃક્ષની નીચે આરામ માટે બેઠા. મારે ધન મેળવવા કયા ઉપાયો લેવા જોઈએ એની વિચારણા કરવા લાગ્યો. આ વિચારણામાં સાગ. રને જ મુખ્ય ભાગ હતું. હું એના આશ્રિત જે હતે. - ધન પ્રાપ્તિ માટે મારે વિશાળ પાયે વેપાર કરવા? કે રાજ્યાશ્રય લઈ એમની સેવા કરવી? સમુદ્રમાંથી તેનો ઝવેરાત શોધવા કે રેહણાચલ પર્વતનું ખેદકામ કરાવવું? લક્ષમી દેવતા કે અન્ય દેવતાની આરાધના કરું કે પછી ધાતુવાદને પ્રયોગ કરું? કઈ રીતે, ક્યા કાર્યથી મને ધન મળશે ? આ જાતના વિચારમાં હું મગ્ન હતે.
વિચાર કરી રહ્યો હતે ત્યાં સામે રહેલા કેશુડાના વૃક્ષ ઉપર નજર ગઈ. એ કેસુડાના વૃક્ષમાંથી એક અંકુર નિકળી