________________
ઉપમિતિ કથા સારોદ્ધાર
* સર્વ સુખનું સાધન માત્ર ધન છે. વિશ્વમાં એ એકે પદાર્થ નથી કે મનુષ્ય ધન દ્વારા મેળવી ના શકે. એટલે સર્વ પ્રયત્ન કરીને ધને પાર્જન કરવું જોઈએ. ધનના ભંડાર ભરપૂર ભરવા જોઈએ.
જે કે બાપદાદાના વારસાથી આવેલું ધન મારી પાસે સારા પ્રમાણમાં છે, છતાં એ લક્ષમી કરતાં વધુ લક્ષમી મેળવવી જોઈએ. એમાંજ સંતોષ માની પુરૂષાર્થહીન થવું સારું ન ગણાય.
જનનીના રતનનું દૂધપાન કરવું એ તે ધાવણ બાળકને જ શેભે, એમ બાપ દાદાઈ લક્ષમી બાળવયમાં જ ભેગવવી
ગ્ય ગણાય પણ એજસ્વી યુવાનીથી થનગનતા યુવકને એ ભેગવવી ચોગ્ય નથી.
બાપદાદાની મિલકત કમાય નહિ અને ઉપલેગ કરે રાખે તે કેટલે કાળ ચાલે? સમુદ્રમાં નદીઓના પાણી આવતાં બંધ થાય અને બીજી તરફ એનું પાણી ઉલેચવાની ક્રિયા શરૂ થાય તે સમુદ્ર પણ સુકાઈને ખાડે દેખાય. એમ વણકમાતા દ્રવ્ય માટે સમજવું જોઈએ સાત પેઢી જેટલું દ્રવ્ય હેય તેય ક્ષીણ થાય.
વધુ ધપાકની આકાંક્ષા રાખનાર જ્યાં પતે રહેતે હોય ત્યાં પૂર્ણ ન કરી શકે, ધનવાન બનવાની ઈચ્છાવાળાએ પરદેશની મુસાફરી અને સાહસ ખેડવા પડે. હું પણ દેશાવરે જાઉં.
વળી કરીયાણુ, સહાય, લવમી, સગવડતા અને લાગવગથી સ્ત્રીઓ પણ ધનપાર્જન કરી શકે છે, તે એ સાધનથી