________________
૧૪
ઉપમિતિ કથા સારાદ્ધાર
પતિ થવાના ઉપાયમાં સાગરે જણાવ્યું કે તું દરેક વેપારાને કર. તું કાટીપતિ થઇશ.
મે... અનાજ, તેલ, ઘી, કપાસ, રૂ, તલ, સરસવ, તેલખીઆરણુ, ઢાર, ધાવડા, ગળી, લાખ, વાળ, નખ, હાડકાં, જમીન વિગેરેની સસ્તામાં ખરીદી કરી અને નફા લઇ વેચાણુ કરવાનું ચાલું કર્યું.
વનકર્મ, અંગારકમ, કૃષિક, શકટક, ખળદ, પાડા, ઉંટ, ઘેાડા, ગધેડા, વાહન, હાડી, વહાણુ, દાસી, વેચાણુ, લેાહીના ધંધા પણ વિકસાવવા ચાલુ કર્યાં. ખાટુ માપ અને ખાટા તાલ એ તે વધુ નફાવાળા બરકતીયા ધંધા ગણાતા. જીરું ખેલવું, ખેાલી ફરી જવું, લેાળાઓને ઠગવા એ મારી વેપાર નીતિ હતી.
વિશ્વમાં એવા એકે ધંધા બાકી ન રાખ્યું કે જેમાં પાપ ન થતાં હોય. મમત્ત્વના કારણે મહાપાપી ધધાઓને પણ હાથમાં લીધાં.
ધંધા કરવામાં મેં પાપની ભીતિ ન રાખી, કલેશેાથી જરાય પાછી પાની ન કરી, સુખની દરકાર ન કરી, સતાષને તા ફરકવાની જગ્યા ન આપી.
મારે ઘણુ' શું વર્ણન કરવું ? અરે ! તૃષા લાગી હોય અને માથે કામ હોય તે હું પાણી પણ ન પીતા, ભૂખે પેટ પાતાળે પહેાંચ્યું. હાય તાય ખાવાની પરવા ન રાખતા. રાત્રે હું સરખી રીતે શયનમાં આરામથી સૂતા ન હતા. ધન, ધન અને ધન. આજ મારીશ આદર્શ, આજ મારૂ ધ્યેય.