________________
૩e
જીવ કહેવાય છે. રાગદ્વેષથી વિપર્યાસ થાય છે. એટલે ખોટા કર્મો બાંધે. આ રીતે રખડપટ્ટી ચાલુ થાય છે. આ બીજું ચી. ગુરૂદેવે કહ્યું: વિપયસ તછ વિવેકી બનવું..
વાનરને શિવાલયમાં કેમ લઈ જવાય ? એ અકલંકના પ્રશ્નના ઉત્તરમાં મુનિએ જણાવ્યું કે ગર્ભગૃહમાં કૃષ્ણા, નીલા, કાપતા, તેજસી, પડ્યા અને શુકલા એ છ સ્ત્રીઓ રહે છે. પહેલી ત્રણ છીએ ખરાબ છે અને પછીની ત્રણ ઘણી સારી છે. એમણે પરિણામ રૂ૫ દાદર બનાવ્યું છે. “ અધ્યવસાય” રૂ૫ પગથીયાં છે. પ્રથમ ત્રણ સ્ત્રીઓ દ્વારા બનાવેલા દાદર ઉપર વાનર બન્યું જાય તો દુઃખી થાય અને છેલ્લી ત્રણ સ્ત્રીઓએ બનાવેલા દાદર ઉપર જાય તો સુખી થાય. ત્યાં એને ધર્મધ્યાનને પવન લાગે અને એથી શાંતિ થાય છે. આગળ વધતા અનુકૂળ વાનરયૂથ મળે છે. શુકલા શુકલધ્યાનનું વિલેપન કરશે. એથી અપૂર્વ આનંદ થશે. તારે પછી એક ઝપાટે ઉપર ચડી જવું. પછી તેને અપૂર્વ આનંદ મળશે. એ કદી નાશ નહિ પામે. આ વાતમાં અકલંકને ખૂબ આનંદ થયે. આ વાત અકલંકે ઘનવાહનને બરાબર સમજાવી.
આ વખતે ચારિત્રરાજના સબધ મંત્રીએ જણાવ્યું કે હાલમાં સંસારીજીવની ચિત્તવૃતિ ઘણ ઉજજ્વળ જણાય છે. ત્યાં કેઇને મોકલવો જોઈએ. વિચારણા કરી સદારામને વનવાહન પાસે મોકલ્યો. એટલે જ્ઞાનસંવરણ રાજા દૂર ચાલ્યા ગયા. અકલંક અને ઘનવાહન ગુરૂદેવ પાસે ગયા. ત્યાં ઘનવાહને સદાગમને ઓળખ્યા. અકલંકને પ્રસન રાખવા સદારામ સાથે મિત્રતા કરી અને અન્યત્ર વિહાર કર્યો.
જ્ઞાનસંવરણ રાજાની પીછેહઠથી મહરાજાની છાવણીમાં ગભરાટ થયે. શત્રુના સર્વનાશ માટે મહારાજાએ પોતે યુદ્ધમાં ઉતરવાને વિચાર કર્યો. બીજાઓને અવસરે આવવા ભલામણ કરી. પરિગ્રહને સાથે લઈ મહામહ ઘનવાહન પાસે આવ્યા.