________________
વાર્તા કહી આચાર્ય ભગવંતે સદાગમનું વર્ણન વિશેષ કર્યું. તેની સાથે સંબંધ રાખવા જણાવ્યું. ઘનવાહને ઉપર ઉપરથી એ વાત સ્વીકારી પણ અંદરથી રસ ન જાગ્યો. અકલંકે આચાર્યશ્રી સાથે અન્યત્ર વિહાર કર્યો.
અકલંક ગયા એટલે મહામહ અને પરિગ્રહનું જોર વધ્યું. સ્ત્રી અને ધન ખાતર સર્વ પાપ કરવા લાગ્યો. પુય રિસાવા લાગ્યા. મદન સુંદરી શળના રોગથી મરણ પામી. શોકે ઘન વાહન ઉપર કબજે લીધે. અકલંક પાછા આવ્યા અને સમજાવ્યું. ધનવાનને જરા શાન આવી. શોક ગયો. ઘનવાહન માગમાં આવ્યા. તે દ્રવ્યધર્મો કરવા લાગ્યો. મહામોહના પક્ષની નબળી સ્થિતિ જોઈ સાગર મદદે આવ્યો. સાથે બકુલિકા અને કૃપણુતા પણ ગયા. મહામોહ. રાજી થયે. ઘનવાહનના હૈયાને પલટી નાખ્યું. બકુલિકાની સલાહથી બનાવટી વાતો કહી અકલંકને વિહાર કરાવી દીધો. સાગરની સહાયથી પરિગ્રહમાં જેર આવ્યું. દ્રવ્યક્રિયાઓ પણ બંધ થઈ. આવી સ્થિતિ જાણું અકલંક સમજાવવા આવવા તૈયાર થયા. ગુરૂદેવે ના પાડી. તારો પ્રયાસ નિષ્ફળ જશે. એટલે ન ગયા.
એ અનર્થોથી કયારે ટશે? ઉત્તરમાં ગુરૂદેવે જણાવ્યું કે જ્યારે સમ્યગદર્શન વિદ્યા કન્યા આપશે અને નિરીહતા કન્યા આપશે ત્યારે છૂટશે, એનો આધાર કમપરિણામની મરજી ઉપર રહે છે. અકલંકમુનિ અભ્યાસમાં લાગી ગયા.
' હવે મહામહે ઘનવાહન ઉપર જબરે ધસારો કર્યો. મહામૂઢતા, મિથ્યાદર્શન, કુદષ્ટિ, રાગકેશરી, ઠેષગજેન્દ્ર, અવિવેકતા, વિષયાભિલાષ, ભોગતૃષ્ણ, હાસ, રતિ, અરતિ, ભય, શોક, જુગુપ્સા, બધા કષાય, જ્ઞાનસંવરણાદિ સાતે રાજાએ વિગેરેએ પિતાપિતાની શક્તિને
નવાહન ઉપર ઉપયોગ કર્યો. મકરધ્વજે જબરો ધસારો કર્યો. ધનવાન એના પરિણામે નીચલી પાયરીએ આવી ગયો. હલકા