________________
૩૨ જોઈએ. તેમજ તેના ગુણદોષનું વર્ણન પણ યથાર્થ રીતે આપવું જોઈએ.
પુરૂષના જીવનચરિત્ર ઉપરથી માનવસ્વરૂપ તેમજ તેને અંગે ચેજના કરતું તેના સંબંધેનું સ્વરૂપ અને તેના નિયમોના અભ્યાસક્રમ વડે પિતાનું જીવન સુધારવાને અપૂર્વમાર્ગ છે.
વળી શરીરની એકાદ ખેડથી અથવા સ્વભાવના એકાદ વલણથી આખા જીવિત ઉપર તેમજ તે જીવિત દ્વારા પ્રગટ થયેલા વેગના પ્રભાવથી આખા દેશ કે સમસ્ત પૃથ્વી ઉપર બહુ વિલક્ષણ અસર થયેલી છે અને હાલમાં પણ થાય છે, એવી સમસ્ત વાર્તાઓને જેમાં સમાવેશ થતો હોય તેજ તાદશ જીવનચરિત્ર કહી શકાય. બાકીના બાહ્ય આડંબરથી શણગારેલાં નાટકીય પાત્રોની માફક હાલમાં લખાતાં કેટલાંક જીવનચરિત્રે દષ્ટિગોચર થાય છે.
જો કે તેવાં અસદ અર્થબેધક જીવનચરિત્રે ક્ષણમાત્ર અવલોકન બુદ્ધિથી દષ્ટિને લુબ્ધ કરે છે. પરંતુ સ્વાભાવિક રીતે આપણે જાણીએ છીએ કે અંદરથી તો તેઓ અસાર વસ્તુથી જ બનેલાં છે. તેથી તેવાં ચરિત્રેના નાયક ઉપર તેમજ તેમના પ્રરૂપક ઉપર વાચકને બીલકુલ માન કે ભક્તિની અસર થતી નથી. ઉલટી તિરસ્કારની લાગણી અથવા ઉપેક્ષા જ પ્રગટ થાય છે.
વળી સહુરૂષોનાં જીવનચરિત્રની જેટલે અંશે અસર થાય છે, તેટલી અન્ય વાર્તાઓના કેઈપણ પ્રબંધથી થઈ