________________
૩૦
તેમ જ મહાત્માઓ અને મહાસતીઓને તેમના જીવનવૃતાંત દ્વારા હાલમાં આપણે પ્રત્યક્ષ જોઈ શકીએ છીએ અને તે ઉપરથી આપણને પ્રતિ સમયે પ્રસંગે પાત્ત સાધ મળે જાય છે. પુરૂષનાં ઉત્તમ જીવનચરિત્રો લોકેની અંદર બહુ જ ફાયદાકારક થઈ પડે છે.
આપણા દેશમાં આપણું પ્રભાવિક શાસકારક મહામાએ અથવા દેવતાઓના ચરિત્રવર્ણનથી, પ્રભુકથાના રસથી અને સિદ્ધાંતના સર્વસ્વ ઉપદેશથી અનેક મહાપુરૂષ અને પવિત્રનારીઓની જેમ જીવનવૃત્તાંત રચાયેલાં જોવામાં આવે છે, તેમ યુરોપ વિગેરે દેશમાં પણ બાયબલથી આજે નંબર પ્લટાઈને રચેલે જીવનચરિત્રમાલાને ગ્રંથ અખિલ ચરિત્રેના જીવનભૂત થઈ પડેલો છે.
આવાં પ્રભાવશાલી ચરિત્રેના વિજ્ઞાનથી લોકોમાં ઉત્તમ પ્રકારની આમિક જાગૃતી થાય એવા ઉદેશથી જીવનચરિત્ર લખવાની પ્રણાલિકા પ્રથમથી જ ચાલી આવેલી છે. છતાં હાલમાં તે સંબંધી ઘણે બુકમ જોવામાં આવે છે. તેને સુધારવાની બહુજ જરૂર છે.
કેઈપણ વર્ણનીય વ્યક્તિના ગુણ માત્ર પ્રશંસા તરીકે જાહેરમાં મૂકવા અને અવગુણેને આચ્છાદિત કરવામાં આવે અથવા મૂળ ગુણેને અભાવ હોય છતાં પણુ ગુણાનુવાદ કરવામાં બાકી ન રાખે, તેવા લુબ્બકાએ માત્ર મહિમા વધારવાના આશયથી લખેલાં ચરિત્રો ક્યાંથી