________________
૩૨
સારાં લખાઈ શકે? અને તેવા અસત્ય લેખ ઉપરથી જનસમાજને ફાયદો પણ કયાંથી થઈ શકે?
એક વિદ્વાન જણાવે છે કે, સંભાવિત સત્યપુરૂષનું વર્ણન કરતાં કરતાં એટલા સુધી પહોંચી જાય છે કે, તેમને સાક્ષાત્ દેવ બનાવી દે છે. આવા અસંભવિત વર્ણન ઉપરથી લાભને બદલે ઉલટી હાનિ થાય છે.
કારણ કે અશક્ય ગુણોનું અનુકરણ કરવા કેઈપણ રૂચિ કરી શકે નહીં. સ્વસમાનગુણોને અનુસરવા પ્રાચે દરેક સુજ્ઞજનનું લક્ષ્ય રહ્યા કરે છે.
આપણે દષ્ટાંત તરીકે જે પ્રસંગ ચચીએ છીએ, તે પણ સંભાવિત અને ઘટતે હેય તેજ તે સફલ થઈ શકે છે, તે જીવનચરિત્રમાં આડેધડ વાર્તાઓ લખવી, તે માત્ર ભાટવિદ્યા જ ગણાય.
એથી જનસમાજને કેઈપણ લાભ થતો નથી. આ વાત સત્ય છે. કારણ કે ગુણેએ કરી કે ઈપણ મહાપુરૂષ ભલે ઉચ્ચકેટીએ ગયેલો હોય પણ વસ્તુગતિએ તે મનુધ્યત્વને છોડતો નથી, તે તેના સ્વાભાવિક ગુણેને દબાવી દઈ કેવળ દૈવિકગણને જ પ્રગટ કરવા પ્રયત્ન કરે તે વાસ્તવિક જીવનચરિત્ર કદાપિ કહી શકાય નહીં.'
જીવનચરિત્રનો અર્થ એ છે કે, વર્ણનીય મનુષ્યના નાના કે મેટા, લઘુ કે ગુરૂ એવા દરેક આચાર વિચારની ઓળખાણ આપવી જોઈએ. તેમજ તેની આકૃતિ ગતિ અને ચેષ્ટા વિગેરે દરેક હકીકત બહુ સૂક્ષ્મ રીતે લખવી