________________
૨૯
વાર્તાઓ એ પણ પ્રાયે કેટલીક તે કલ્પિત જીવનચરિત્ર તરીકે ગણાય છે. વળી પ્રત્યક્ષ જીવનચરિત્રના આદર્શરૂપ નાટકે જોવામાં મનુષ્યને જે આનંદ મળે છે અને તે તરફ જે હૃદય આકર્ષાય છે, એનું પણ કારણ તે તે જ છે.
વળી જીવનચરિત્રે અનેક પ્રકારનાં લખાયેલાં છે. તેઓમાં ત્રેસઠશલાકા પુરૂષની કથા સમાન અન્ય જીવનચરિત્ર ગુણગ્રાહી પુરૂષને સંતેષદાયક કેઈપણ છે નહીં.
આપણા પ્રાચીન સાહિત્યમાં ઘણાં ચરિત્ર લખાયેલાં છે. અદ્યાપિ કેટલાંક ચરિત્રો વાચકને નવીન જેવાં માલુમ પડે છે, પરંતુ ત્રિષષ્ટિશલાકા પુરૂષ કથાના વાચન અથવા શ્રવણથી હૃદયની જે નિર્મલતા થાય છે, તેમ જ ચમત્કારિક, અલૌકિક અને હંમેશાં અવલોકવામાં આવતા એવા તાત્વિક પ્રસંગોના વર્ણન દ્વારા મહાન પુરૂષના મહિમાપૂર્વક નિયમનું જે જ્ઞાન મળે છે.
તેમજ પારિણામિક ઉચ્ચકેટીના વિશુદ્ધ જ્ઞાનને જે બેધ મળે છે, તે લાભ કઈ પણ કથા કે કેઈપણ ગ્રંથમાંથી મળી શકે દુર્લભ છે.
યદ્યપિ મહાપ્રભુનું જીવન યથાગ્રાહી વાચકેને અપૂર્વ લાભદાયક છે. તથાપિ તેમણે પ્રરૂપેલાં સતશાઓ આ દુનિયાની અંદર અનંતજ્ઞાન અને શાસ્ત્રનીતિને એક અપ્રતિમ નમૂને છે.