________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ખંડ ૧ લે. ]
શત્રુંજય મહિમા વર્ણન. દેવતાને વિજ્ય કરે છે. અન્નવસ્ત્રાદિથી ગુરૂનું પૂજન કરનાર પુરૂષ આ ભવમાં સુખસંપન્ન થઈ ત્રીજા ભવમાં તે શુદ્ધાત્મા તત્ત્વથી મુક્તિને પામે છે. તે ધન, તે તત્ત્વ અને તે પુણ્યબુદ્ધિ બ્લાધ્ય અને ધન્ય ગણાય છે કે જેનાવડે જગતને પૂજવા
ગ્ય ચારિત્રધારીઓ ભક્તિવડે પૂજાય છે. જેઓ ગુરૂને સાક્ષીભૂત કરીને જિનેશ્વરની પૂજા કરે છે તેઓ આ લેકમાં સામ્રાજય પ્રાપ્ત કરી પરલોકમાં સદ્ગતિને પામે છે. આ તીર્થમાં હજારો અને લાખો શુદ્ધ શ્રાવકને જમાડવાથી જે પુણ્ય થાય છે તે કરતાં એક મુનિને દાન કરવાથી અધિક પુણ્ય થાય છે. જેવો તે લિગધારી સાધુ હોય તે પણ તેને સધી શ્રાવકોએ આ તીર્થમાં શ્રીગૌતમની પેઠે આરાધ. શોભારહિત, મનને લેશકારી અને મુખે વિરસ–કટુભાષી એ ગુરૂ હોય તો પણ કર્મરૂપી રેગથી પીડાયેલા શ્રાવકોએ સારા ઔષધની પેઠે સેવવા ગ્ય છે. વેષધારી યતિ જેવો તે હોય તે પણ શ્રેણિક રાજાની જેમ સમકિતી શ્રાવકોને સદા પૂજય છે. ગુરૂની આરાધનાથી સ્વર્ગ અને વિરાધનાથી નરક એમ બે ગતિ લભ્ય થાય છે તેમાંથી જેની ઇચ્છા હોય તે એક ગ્રહણ કરે. અહીં જે બીજાં દાન કર્યા હોય તો તે કીર્તિ, લક્ષ્મી અને સુખને આપે છે અને અભયદાનનું ફળ તે વાણીના માર્ગને પાર પામેલું છે અર્થાત તેનું ફળ વાણુથી કહી શકાય તેવું નથી. દિનાદિકને જો દાન આપ્યું હોય તો તે સ્વર્ગના સુખને માટે અને ભવે ભવ મનુષ્ય જન્મમાં અખંડ લક્ષ્મીને માટે થાય છે. તે દાનાદિકનું ફળ અહીં જે રાજયાદિકનો લાભ છે એમ બતાવ્યું છે તે સમકિતની પ્રાપ્તિયુક્ત હોવાથી પુણ્યાનુબંધી પુણ્યને અર્થ થાય છે અને છેવટે તે મુક્તિના લાભને આપનારું છે. સારી વાસનાવાળા પુરૂષનું બીજા સ્થાનમાં કરેલું પાપ અહીં આવવાથી નાશ પામે છે અને જે આ તીર્થમાં પાપકર્મ કરે છે તે તે વજલેપની જેવું સજજડ લાગે છે. તેથી હે ઇંદ્ર! આ તીર્થે આવીને બીજાની નિંદા કરવી નહીં, પરદ્રોહ ચિતવે નહીં, પરંસ્ત્રીમાં લલચાવું નહીં, પરદ્રવ્યમાં બુદ્ધિ રાખવી નહીં, મિથ્યાત્વને સંસર્ગ કરે નહીં, તેઓનાં વચનને આદર કરવો નહીં, તેમની નિંદા પણ કરવી નહીં, તેમના આગમ (શાસ્ત્રો) ને સત્કાર કરવો નહીં, વૈરી ઉપર પણ વૈર રાખવું નહીં, ત્રસાદિક જેની હિંસા કરવી નહીં, ધી વિગેરે કામોદ્દીપક પદાર્થોમાં આસક્તિ રાખવી નહીં, અને માઠી લેશ્યાવડે ચિંતવન કરવું નહીં. ઇત્યાદિક સર્વ પાપકર્મને જાણીને બુદ્ધિવંત પ્રાણીઓએ તે તજી દેવાં અને સુકૃતની ઈચ્છાથી સર્વ જનસમૂહની
૧ વખાણવાલાયક.
For Private and Personal Use Only