________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સર્ગ ૪ છે. ] સૂર્યયશાએ કરેલો સંહાર: બાહુબલિની તેની સામે તૈયારી. ૧૪૭ પુત્ર કાલસેન અને વૈરિસેન અને બાહુબલિના પુત્ર મહાયશ અને સિંહસેન, તેમજ ચક્રવર્તીના પુત્ર કાલમેઘ અને મહાકાલ અને બાહુબલિના પુત્ર સિંહ ને વિક્રમ રણભૂમિમાં યુદ્ધ કરવા આવ્યા, સામસામે યુદ્ધ કરતા તેઓના રથના ચિત્યારથી પૃથ્વીતળ કંપાયમાન થયું, તેમના બાણના પ્રહારથી આકાશમાં રહેલા દેવતાઓ પણ ત્રાસ પામ્યા. તેમના સિંહનાદથી સિંહાદિ પ્રાણીઓ પણ મૃગની પેઠે ત્રાસથી દૂર થઈ ગયા અને તેમના ભુજાના આરફેટથી પર્વતો પણ ફાટી ગયા. એ વખતે ભરતરાજાના મોટા પુત્ર સૂર્યયશાએ પ્રલયકાળમાં ક્ષોભ પામતા સમુદ્રની જેમ મોટા શબ્દ ગર્જના કરી અને પછી હાસ્ય કરતા એ વિરે પિતાના હાથમાં ધનુષ્ય લઈ બાણવૃષ્ટિ કરવા માંડી, તેથી સર્વ સેનાને મૂછ પમાડી દીધી. પછી વેગવાળા વાયુથી પર્વતોની જેમ હાથીઓને પાડી દેતો, મૂર્તિમાન યમરાજ હોય તેમ સુભટસમૂહનો સંહાર કરતો, અનેક રથને ભાંગતો, ઘોડાએને ધુમાવતો, રથચક્રના નિષથી પૃથ્વીને ક્ષેભ કરતે, વિરજનોના કલેવરથી ગીધ અને શિયાળને લેભાવતો, સર્વને દુઃસહ એવા પરાક્રમથી પિતાના સ્વામીને ખુશી કરતે, મોટા રાજાઓને ઉમૂલન કરતો અને જે આગળ આવે તેને ભસ્મ કરતો સૂર્યયશા બાહુબલિના સૈન્ય ઉપર દોડ. આ પ્રમાણે પિતાની સર્વ સેનાને સંહાર કરનાર સૂર્યયશાને જોઈને બાહુબલિ ક્રોધ કરી પોતે રણભૂમિમાં આવ્યું. તેમણે ક્ષણવારમાં ભૂમિપીઠને ફંડમુંડમય, આકાશતળને અસ્રમય અને દિક્ષ્યને રૂધિરમય કરી દીધા. “હે વત્સ ! તારા કંઠમાં હજુ દૂધ છે, છતાં તું મારી મોટી સેનાનું અવગાહન કરે છે, તેથી હું ખુશી થયે છું; તારા જેવા પુત્રથી અવંશ ઉન્નત છે. પરંતુ ત્રણલોકમાં કઈ એ નથી જે મારા ક્રોધને સહન કરી શકે, માટે હવે તું મારી નજરેથી દૂર ખસ, કેમકે તું મારે કુમાર સોમયશા સરખે.” આ પ્રમાણે તેને તિરરકાર કરતા હોય, તેમ બળવાન બાહુબલિએ ઉત્સાહપૂર્વક ગંભીર ગિરાએ કહ્યું. તે સાંભળી સૂર્યયશા બેલ્યું. “હે કાકા! આજે મારે મંગલિકને દિવસ છે અને તમે મારે પિતાતુલ્ય છે, તેથી ભક્તિથી આપને નમું છું. પરંતુ જયારે મારા પિતા દિગ્વિજય કરવા ગયા તે વખતે મને અધ્યા નગરીમાં મૂકી ગયા હતા, તેથી મેં રણસંગ્રામ જરાપણ જે નથી. માટે પ્રસન્ન થઈ આ પુત્રની ભુજાનું પરાક્રમ જુઓ”—આ પ્રમાણે કહી તત્કાળ ધનુષ્યને ટંકાર કર્યો. તે વખતે આકાશમાં રૈલોક્યના પ્રલયની શંકાથી દેવતાઓ સંભ્રમ પામી ઉપરા ઉપર પડવા લાગ્યા. તત્કાળ તેમણે વિચાર કર્યો કે, શ્રી કષભસ્વામીના પુત્રોને બે હાથની જેમ સામસામે યુદ્ધ થવું ન જોઈએ—એવું ધારી તેઓ નીચે
For Private and Personal Use Only