________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૯૧
નવડે કમલેશિખરની
ઇદ્ર કહ્યું કે આ નહી ગા
સર્ગ ૫ મો.]
શત્રુંજયા નદીને મહિમા. સરિતા ભરત ચક્રની દૃષ્ટિએ પડી. તે સરિતાને મોટા દ્રહના આવર્તરૂપ નાભિ હતી, વિકસિત કમલરૂપ મુખ હતું, પુલિન રૂપ જઘનભાગથી તે રમણીય હતી, મધ્યમાં રહેલા અંતર્દાપરૂપ રતન હતા, કિનારા પર ફરતાં અનેક હંસરૂપ ઉજવલ વસ્ત્રો હતાં, તાડવૃક્ષરૂપ કેશવેણ હતી, વૃક્ષની ઘટાથી સૂર્યને પણ જેતી નહતી વળી શુભ કરનારી, પવિત્ર સંગવાળી, પૂર્વસાગરરૂપ પતિ સાથે મળેલી, તરંગરૂપ ત્રિવલીવાળી, ચકર નેત્રધારી અને શુભ ભૂભૂતથી ઉત્પન્ન થયેલી હતી. તે નદી ચર, ચાલ, ચક્રવાક, હંસ અને સારસ પક્ષીઓથી શોભતી હતી. તેના તરંગવડે કમલે ચપલ થતાં હતાં, તેથી તેમાં ભમરીઓનું સંગીત થતું હતું. વિમલગિરિનાં બન્ને શિખરની મધ્યમાં મર્યાદાની જેમ મળેલી તે નદીને જોઈ ભરતે ઇંદ્રને પૂછયું કે “ આ કઈ નદી છે ? ” શું કહ્યું “હે ચક્રવત્ત! આ શત્રુંજયા નામે નદી છે; અને શત્રુંજયગિરિના આશ્રયથી લોકમાં આ નદી ગંગાથી પણ અધિક ફળ આપનારી છે. આ નદીના દ્રહોનું જે જુદું જુદું માહામ્ય કહેવા બેસે તે ખરેખર બૃહસ્પતિને પણ સો વર્ષ ચાલ્યાં જાય. પૂર્વ ગઈ વીશિમાં કેવલજ્ઞાની નામે પ્રથમ તીર્થંકર થઈ ગયા છે, તેમને સ્નાત્ર કરવા માટે ઈશાનપતિએ ગંગાનદી પ્રગટ કરી હતી. તે વૈતાય પર્વતથી માંડીને આ પૃથ્વીની અંદર ગુપ્તરૂપે વહેતી હતી. પછી કેટલેક કાળે શેત્રુજ્ય ગિરિની પાસે આવવાથી શત્રુંજ્યા નામે પ્રગટ થયેલ છે. તેના જળસ્પર્શથી કાંતિ, કીર્તિ, લક્ષ્મી, બુદ્ધિ, ધૃતિ, પુષ્ટિ, તેમજ સમાધિ પ્રાપ્ત થાય છે, અને સિદ્ધિઓ વશ થાય છે. હંસ, સારસ અને ચક્રવાક વિગેરે જે પક્ષીઓ તેના જળને સ્પર્શ કરે છે, તે પક્ષીઓને પણ પાપના મળ સ્પર્શ કરતા નથી. તેમાં થયેલી કમલિની “અમારું ઉર્ધ્વગમન થશે અને તમારું અધઃપતન થશે એમ ધારી પિતાના કમલરૂપ મુખવડે સ્વર્ગગંગામાં થયેલી કમલિનીને હસે છે. આ સરિતાની મૃત્તિકા વિલેપન કરવાથી અંગના મોટા રોગને હણે છે, અને કાદંબ જાતની ઔષધિસાથે અગ્નિમાં ધમવાથી સુવર્ણરૂપ થઈ જાય છે. એ નદીના તીરનાં વૃક્ષના ફળને જે સ્વાદ લે છે, અને છ માસ સુધી તેનું જળ પીએ છે, તે વાત, પિત્ત અને કુષ્ટાદિક રોગને હેલામાત્રમાં જીતી પિતાનું શરીર તપેલાં સુવર્ણ જેવું, કાંતિવાળું કરે છે. જેના જળમાં સ્નાન કરવાવડે શરીરમાંથી પાપ પણ ચાલ્યાં જાય તે ઔષધથી સાધ્ય એવા વાતપિત્તાદિકની તો શી વાત કરવી? સ્પર્શમાત્રથી સર્વ પાપને હરનારી આ શત્રુંજ્યા નદી પ્રાણુઓને સર્વ તીર્થના ફળની
૧ જળભમરી. ૨ ડુંટી. ૩ કાંઠા (બે). ૪ બેટ. ૫ રાજા, પક્ષે પર્વત. ૬ માટી. ૭ રમતમાત્રમાં.
For Private and Personal Use Only