________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૮ર શત્રુંજય માહા.
[ ખંડ ૧ લે. ચક્રવર્તી શ્રી શત્રુંજય તીર્થે પધાર્યા છે, એટલે તે ત્યાંથી તે તરફ ચાલી કેટલાક પ્રયાણ ગિરિરાજ ઉપર આવી પહોંચે. રાજદની વૃક્ષની નીચે બેઠેલા ઈંદ્ર અને ચક્રવઊંની પાસે આવી ભગીરથે તેમના ચરણમાં નમરકાર કર્યો. દેવરાજે અને નરરાજે તેને પ્રેમથી આલિંગન કર્યું. પછી હર્ષ પામીને તેઓએ ભરતરાજાની જેમ તે તીર્થમાં ભક્તિવડે શ્રી આદિનાથ પ્રભુને સ્નાત્ર પૂજાદિક મહોત્સવ કર્યો. મરૂદેવા, તથા બાહુબલિ શિખર ઉપર તેમજ તાલધ્વજ, કાદંબગિરિ, હસ્તિસેન વિગેરે સર્વ શંગ ઉપર તેમણે જિનપૂજા કરી, મુનિરાજને દાન આપ્યાં, અન્ય જનેને અન્નનાં દાન આપ્યાં, પ્રભુની આરતિ ઉતારી અને મહાધ્વજ ચડાવ્યા. તેમજ ગુરૂની વાર ણીથી ઈંદ્રોત્સવ ને ઇંદ્રપૂજા કરી, છત્ર ચામરો મૂક્યાં, અને રથ, પૃથ્વી તથા અથોનાં દાન કર્યો. પછી ભરતના કરાવેલા પ્રાસાદે જોઈ ઇંદ્ર રહપૂર્વક ધર્મમાં જાગ્રત સગરરાજાને કહ્યું, “હે ચક્રવર્તી! આ શાશ્વત તીર્થમાં તમારા પૂર્વજ ભરતરાજાનું આ પુણ્યવર્દન કર્તવ્ય જુઓ. ભવિષ્યમાં કાળના માહાસ્યથી વિવેકરહિત, અધમ, અતિ લેભધ, તીર્થને અનાદર કરનારા અને મલિન હૃદયવાળા કેટલાક લોકે મણિ, રત, રૂપું અને સુવર્ણના લેભથી આ પ્રાસાદની અને પ્રતિમાની કદાપિ આસાતના કરશે, માટે જન્દુની જેમ તમે પણ આ પ્રાસાદની કાંઈક રક્ષા કરે. ત્રણ જગતમાં તમારા જેવો કોઈ સમર્થ પુરૂષ હાલમાં નથી.” તે સાંભળી સગરરાજા ચિત્તમાં વિચાર કરવા લાગ્યા કે, “મારા પુત્રો સાગર સાથે મળેલી ગંગાનદી લાવ્યા, તો હું તેને પિતા થઈ જે સાગરને લાવું તે તેમનાથી વિશેષ થાઉં, નહીં તે માનહીન થાઉં.' આવા આવેશના વશથી ઇંદ્રનું સહેતુક - ચન સંભારીને સગરરાજા ક્ષણવારમાં યક્ષ દ્વારા સાગરને ત્યાં લાવ્યા. ટંકણ, બર્બર, કેશ, ધીણ, ભેટ, હલ વિગેરે વિવિધ દેશોને ડૂબાડતો, મોટા ગિરિઓને ફાડી નાખતે, ભવનેંદ્રનાં ભવનેને પ્લાવિત કરતે, અતિ ભયંકર દેખાતે, ઉછળતા મગર, જુડ, મત્સ્ય અને શંખલાંથી આકુલ વ્યાકુલ જણાતે, નાસી જતા દેવતાઓએ ભયથી જોયેલે, વેગના પવનથી અનેક જંતુઓને ઉડાડતે, મહા દુસહ, જંબૂદીપની જગતીના પશ્ચિમદ્વારમાંથી નીકળી મોટા ઉમવડે ગર્જના કરે અને પૃથ્વીમાં વ્યાપતે લવણસમુદ્રને પ્રવાહ વેગથી શત્રુંજયગિરિ પાસે આવ્યું. તે વખતે લવણસમુદ્રને અધિષ્ઠાતા દેવ આદરથી અંજલિ જેડીને ચક્રવર્તીને પ્રણામ કરી સામ વચને બલ્ય, હે ચક્રવર્તી! કહે મને શી આજ્ઞા છે? હું શું કરું ? ઈ અવધિજ્ઞાનવડે પ્રભુનાં વચનને સંભારી ચક્રવર્તીને આકુળવાણુથી કહ્યું, “હે રાજા ! હવે વિરામ પામે, વિરામ પામે. જેમ સૂર્યવિના દિવસ, પુત્રવિના કુળ, જીવ
For Private and Personal Use Only