________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૪૩૬ શત્રુંજય માહાસ્ય.
[ ખંડ ૨ જે. તાનાં કામથી લજજા પામેલે ભીરૂ દુર્યોધન ક્રોધથી નાસીને સરોવરમાં પેસી ગયે. અશ્વત્થામા, કૃતવર્મા અને કૃપાચાર્યું પણ દુર્યોધનની પદણી જોતાં તે સરોવર પાસે આવ્યા. પછી જેવા તે સરોવરમાં રહેલા દુર્યોધનને તેઓ બોલાવતા હતા. તેવામાં જ તેમની પછવાડે પડો ત્યાં આવી પહોંચ્યા. એક અક્ષૌહિણી સેનાથી શત્રુઓને ક્ષોભ કરતા પાંડવો તે સરેવર પાસે આવી જળમાં તિરહિત થયેલા દુર્યોધનને વીંટી લઈને આ પ્રમાણે કહેવા લાગ્યા, “વીરેંદ્ર દુર્યોધન ! આ તે કરેલું પલાયન તારા પૂર્વ મેળવેલા કીર્તિ ગુણવાળા ક્ષત્રીવટનું પલાયન છે, તેથી તે તને યુક્ત નથી. વળી જે પિતાનાં વિદ્યાસૂવડે સમુદ્રને શોષણ કરવા સમર્થ છે, તેવા અર્જુનના રોષ આગળ શું તું આમ સંતાઈને રહી શકીશ ? જે કદિ બધાની સાથે યુદ્ધ કરવાને તું સમર્થ ન થઈ શકે, તો તારી ઇચ્છા પ્રમાણે ગમે તે એક વીરની સાથે તારા ઇચ્છિત યુદ્ધ કરીને યુદ્ધ કર; આ કથન તારા મનમાં વિચારી તે સાંભળી મનવી દુર્યોધન બહાર નીકળીને બોલી ઉઠ્યો “પરાક્રમી ભીમની સાથે ગદાયુદ્ધથી યુદ્ધ કરીશ.' પાંડવોએ તેમ કરવું અંગીકાર કર્યું એટલે દુર્યોધન મોટા જળચર પ્રાણીની જેમ જયની ઈચ્છાથી સરોવરમાંથી બહાર નીકળે. બીજાઓ સભ્ય થઈને જેવા ઊભા રહ્યા, એટલે ભીમસેન અને દુર્યોધન ગદા લઈને પરસ્પર યુદ્ધ કરવા દોડયા. તેઓ ચિરકાળ પરસ્પર ગદાઘાતને વંચી કોપથી રાતાં મુખ થવાથી દેવતાઓને પણ દુરપ્રેક્ષ્ય થઈ પડ્યા. છેવટે છલંગ મારવામાં પ્રવીણ એવા દુર્યોધનને ચરણમાં ગદા મારીને ભીમસેને પૃથ્વી પર આલોટાવી દીધું. તેને ભૂમિપર પડ્યા પછી તેના મુગુટને ભીમે ચરણઘાતકી ચૂર્ણ કરી નાખે. તે જોઈ બલદેવના મનમાં રોષ આવે. પરંતુ જ્ઞાતિસંબધથી શંકા પામી મનમાં કેપ ધરતા હલધર પાંડવોને ત્યાંજ છોડી રીસાઇને જતા રહ્યા. તત્કાળ પાંડવો ઘૂઘુત્ર અને શિખંડીને સૈન્યની રક્ષા માટે રાખી કૃષ્ણને સાથે લઈને બલદેવનું શાંત્વન કરવા તેમની પાછળ ગયા. તે સમયે કૃતવર્મા, કૃપાચાર્ય અને અશ્વત્થામા એ ત્રણે વીરે દુર્યોધનને જવાને રણક્ષેત્રમાં આવ્યા. દુર્યોધનની તેવી અવરથા જોઈ પિતાની નિંદા કરતા તેઓ બોલ્યા “અમને પ્રસન્ન થઈને આજ્ઞા આપો, જેથી અઘાપિ અમે પાંડવોને હણી નાખીએ” “પાંડવોને હણુએ એ વચન સાંભળતાં જ જેનું મન ઉછાસ પામ્યું છે એવા દુર્યોધને તેમને હાથવડે સ્પર્શ કરી પાંડના વધને માટે આજ્ઞા કરી. તેઓ પાંડવરહિત શૂન્ય બલમાં જઈ ધૃષ્ટદ્યુમ્ર અને શિખંડીની સાથે ચિરકાળ યુદ્ધ કરી તેમને મારીને પાંડવોના બાળપુત્રોને હરી લાવ્યા અને તેમનાં મરતક લઈને દુર્યોધનની પાસે મૂક્યાં. તે બાળપુત્રોનાં મસ્તકે જોઈ
For Private and Personal Use Only