________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૪૯૦
શત્રુંજય માહાત્મ્ય.
[ ખંડ ૨ જો.
તેઓ મહાઉવલ મુક્તિ નામના અવ્યાબાધ પને પ્રાપ્ત થયા. સદ્ભદ્ર ના મના શિખર ઉપર એ સાડાત્રણ કાઢી મુનિએ મુક્તિ પામ્યા છે, તેથી તે શિખર ત્યાં જનારા પ્રાણિઓના મનને દહન કરે છે. અર્થાત્ મનરહિત થઇને તે પ્રાણી મેાક્ષસુખ મેળવે છે. આ ગિરિ સિદ્ધિરૂપ મેહેલનું આંગણું છે તે ખરી વાત છે, કારણ કે ત્યાં ગયેલા પુરૂષા કપૌં અને ગામેધ ચક્ષરૂપ દ્વારપાળની સહાયથી સિદ્ધિને પ્રાપ્ત કરી શકે છે.
અહિં જરાકુમાર પાંડવાનીપાસે આવ્યા, અને કૃષ્ણે આપેલું. કૌસ્તુભમણિ ખતાવીને દ્વારકા દહન થવા વિગેરેનું બધું વૃત્તાંત જણાવ્યું. તે સાંભળી પાંડવા શાકથી સંસારસાગરને ઉતરવાની ઇચ્છાએ દીક્ષારૂપ વહાણ મેળવવાને માટે તેમિનાથ પ્રભુનું સ્મરણ કરવા લાગ્યા. સર્વજ્ઞ શ્રી નેમિનાથે તરતજ પાંડવાને બોધ આપવા માટે ધર્મધાષ નામના મહામુનિને પાંચસેા મુનિનીસાથે ત્યાં મેાકલ્યા. પાંડવે। પણ પરિવાર લઇને તેમને વાંદવા ગયા, અને તેમની મેહના નાશ કરનારી દેશના સાંભળી. પછી તેઓએ ધર્મષ્ઠ મુનિને નમીને આદરથી પેાતાના પૂર્વભવ પૂછ્યા; એટલે મુનિ જ્ઞાનવડે જાણીને તેમને ગંભીર વાણીએ કહેવા લાગ્યા. “આસન્નચલ નામે નગરમાં પૂર્વે તમે પાંચે ભાઈએ કૃષીકાર હતા, અને જળમનુષ્યની જેમ પરસ્પર પ્રીતિરસમાં બંધાઈ રહેલા હતા. પુરાતિ, શાંતનુ, દેવ, સુમતિ અને સુભદ્રક એવાં નામેાથી પેાતાના ગુણાવડે તમે વિખ્યાત હતા. અન્યદા દારિદ્રરૂપ કાદવમાં મસ થયેલા તેમણે સંસારથી ઉદ્વેગ પામીને ચોાધર મુનિના વચનથી દીક્ષા ગ્રહણ કરી. પેાતાના દેહમાં પણ નિ:સ્પૃહ તેઓએ ગ્રીષ્મઋતુસંબંધી મહા આકરા તપરૂપ સૂર્યના ઉગ્ર કિરણાથી પેાતાના કર્મરૂપ ખાયેાચીઆંને સુકાવી દીધાં. પેઢલે કનકાવલી, બીજે રણાવલી, ત્રીજા દેવમુનિએ મુક્તાવલી, ચેાથાએ સિંહનિકેતન અને પાંચમા સુભદ્ર મુનિએ આચામ્લવર્દુમાન એમ જુદાં જુદાં તપ કર્યાં, અને પાંચે ઇંદ્રિ ચેાના નિગ્રહ કરીને તે પાંચે ભાઈએ પાંચ મહાવ્રતવડે શાભવા લાગ્યા. અનુક્રમે કર્મદેહ તથા ધાતુદેહને તપરૂપ અગ્નિથી શેાષવી દઈને પ્રાંતે અનશનવડે મૃત્યુ પામી, તેઓ અનુત્તર વિમાનમાં દેવતા થયા. ત્યાંથી ચ્યવીને તમે પાંડુરાજાના પુત્રો પાંચે પાંડવા થયા છે; અને આ ભવમાંજ તમને અદ્ભુત મુક્તિના લાભ થવાના છે.’’ આપ્રમાણે પેાતાના પૂર્વભવ સાંભળી અતિ સંવેગથી પાંડવોએ અભિમન્યુના પુત્ર પરીક્ષિતને રાજ્ય ઉપર બેસારી ધર્મવેષ ગુરૂનીપાસે દીક્ષા લીધી. કુંતી અને દ્રૌપદીએ પણ સ્નેહરૂપ બંધનરહિત થવાથી ઢીક્ષા લીધી, પાંચે પાંડવા વિવિધ અભિગ્રહથી ભૂષિત થઇને તપસ્યા કરવા લાગ્યા.
For Private and Personal Use Only