________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સર્ગ ૧૪ મે. ] ભગવંતે પ્રાંત કહેલ પુંડરીકગિરિને મહિમા. ૫૧૩ રોગી અને કરથી પીડાયેલા થશે. રાજાએ અર્ધલુબ્ધ, ચેરી કરવામાં તત્પર અને અતિ ભયંકર થશે. કુલવાન સ્ત્રીઓ પણ કુશળવાળી થશે. ગાંમડાંઓ રમશાન જેવાં દેખાશે. જોકે નિર્લજજ, નિર્દય, દેવગુરૂના નિંદક અને દિનપરદિન અતિશય રાંક અને હીન સત્વવાળા થશે. પાંચમા આરાને છેડે આ ભરતક્ષેત્રમાં છેલ્લા દુપ્રસહ નામે આચાર્ય, ફલ્ગશ્રી નામે સાધ્વી, નાગિલ નામે શ્રાવક, સત્યશ્રી નામે શ્રાવિકા, વિમલવાહન નામે રાજા અને સુમુખ નામે મંત્રી થશે. દુ:પ્રસહસૂરિના ઉપદેશથી વિમલવાહન રાજા વિમલગિરિપર આવી યાત્રા અને ઉદ્ધાર કરશે. તે સમયે લેકે બે હાથપ્રમાણે કાયાવાળા અને વિશ વર્ષના આયુષ્યવાળા થશે. તેમાં કેઇકજ ધમ થશે, બાકી પ્રાયઃ ઘણું અધમ થશે. આચાર્ય દુઃખસહ બાર વર્ષ ગૃહથપણામાં રહી અને આઠ વર્ષ ચારિત્ર પાળી છેવટે અષ્ટમભતથી કાળ કરીને સૌધર્મ ક૫માં દેવ થશે. પછી (પાંચમા આરાના છેલ્લા) દિવસના પૂર્વાણહકળે ચારિત્રને ક્ષય થશે, મધ્યાન્હકાલે રાજધર્મને ક્ષય થશે, અને અપરાણહે અગ્નિને ક્ષય થશે. આપ્રમાણે એકવીશ હજાર વર્ષને દુષમા કાળ (પાંચમો આરો) પૂરે થશે. પછી તેટલાજ પ્રમાણને એકાંત દુઃષમાકાળ (છકો આર) શરૂ થશે. તે સમયે લેકે પશુની જેવા નિર્લજજ, બિલમાં રહેનારા, અને મત્સ્ય ભક્ષણ કરનાર થશે. તેઓ બીજમાત્ર રહેશે. કાળે શત્રુ
જ્યગિરિ સાત હાથો થઈ જશે અને પછી ઉત્સર્પિણ કાળમાં પાછો પૂર્વની જેમ વૃદ્ધિ પામવા માંડશે. અનુક્રમે પદ્મનાભ પ્રભુના તીર્થમાં પૂર્વની જેમ તે તીર્થે ઉદ્ધાર થશે, પદ્મનાભ પ્રભુની મૂર્તિ બિરાજમાન થશે અને આ રાજાનીનું વૃક્ષ પણ ઉગશે. આ પ્રમાણે આ ગિરિરાજ જિનેશ્વર ભગવંતની જેમ ઉદય પામી કીર્તિનથી, દર્શનથી અને સ્પર્શથી પ્રાણુઓને તારશે.
પાપના ભાર અને વિકારરૂપ અંધકારને નાશ કરનાર, સેંકડો સુકૃતેથી પામવા ગ્ય, સર્વ પિીડાને હણનાર અને અનુપમ મહિમાનું પાત્ર એ પુંડરીક ગિરિવર જય પામે છે. સર્વ ઇંદ્રિના બેધથી જેમાં વિવેક જાગ્રત થયેલ છે એવા પિતાના મનમાં જેઓએ સદા વીતરાગને ધરી રાખ્યા છે એવા અને જેઓએ સિકડે ભવમાં પુણ્ય કરેલાં હોય છે તેવા રાજાઓ પણ શુદ્ધ મન વચન કાયાથી એ પુંડરીકગિરિની સેવા માત્ર એક વખત મેળવી શકે છે. એક ક્ષણવાર પણ એ
૧ ગંગા સિંધુના બન્ને કિનારા ઉપર ૧૮-૧૮ એટલે કુલ ૭૨ બીલ (નાની ગુફાઓ-બેખડે) છે તેમાં.
૬૫
For Private and Personal Use Only