Book Title: Shatrunjay Mahatmya
Author(s): Jineshwarsuri
Publisher: Jaindharm Prasarak Sabha

View full book text
Previous | Next

Page 540
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir સર્ગ ૧૪મો ] ગ્રંથક્તનું કથન, પ્રશસ્તિ, આશિર્વચન. પ૧૫ પ્રભુની વાણીનું પાન કર્યું, તેથી નેત્ર તથા દેહમાંથી રિથર અને અસ્થિરપણાને તેમજ ઉન્મેષ અને વિશેષપણને જે ભેદ હતો તે ટળી ગયો. જેઓએ પ્રથમ દેવતાઓએ પ્રગટ કરેલા રસને આધીન થઈ હર્ષવડે તેને આશ્રય કર્યો હતા, તેઓમાંથી કેટલાક અત્યારે ઉત્સુકપણાથી પ્રભુના સ્વરમાં લીન થયા અને કેટલાક પોતાના ભાગ્યનો આશ્રય કરીને તેના રસવડે વ્યાપ્ત થયા. જેઓ પ્રથમ પુણ્યક્ષિતિ-પુણ્યનિવાસ હરવાને ઉત્સુક હતા, તેઓ અત્યારે પુણ્ય (પવિત્ર ક્ષિતિ–પૃથ્વીમાં વિહાર કરવાને ઉસુક થયા (સાધુ થયા.) અને જેઓ પૂર્વે અવિરત હતા, તેઓ વિરત થઈ ગયા. અર્થાત્ તેઓએ વિરતિપણું અંગીકાર કર્યું. આ પ્રમાણે દેશના આપીને મહાવીર પ્રભુ વિમલગિરિના શિખર ઉપરથી ઉતર્યો. પછી દેવતાઓ અને મનુષ્ય પણ તીર્થને નમરકાર કરીને પિતાને સ્થાનકે ગયા. ગ્રન્થકર્તાનું કથન. આ શત્રુંજયગિરિના મહિમાનું કીર્તન કરવાથી મને જે કાંઈ પુણ્ય પ્રાપ્ત થયું હોય તેનાથી મિથ્યાત્વને નાશ કરનાર એ નિર્મલ બોધ મને પ્રાપ્ત થાઓ. આ ગ્રંથમાં અજ્ઞાન અને પ્રમાદના વશથી જે કાંઈ જૂનાધિક કહેવાયું હોય, તે મારું દુષ્કૃત જિનધ્યાનથી મિથ્યા થાઓ. મિથ્યાત્વરૂપી રાત્રિને હરનાર, અંતરંગ શત્રુઓના વિજયથી પ્રતાપવાન્ ભવ્યજનેને પ્રબોધ કરનાર, દુરંત પાપરૂપ અંધકારની શોભાને ચેરનાર, પિતાની ગો (વાણીરૂપ કિરણો) થી ભવિપ્રાણરૂપ કમલને વિકાશ કરનાર, પ્રસરતા કિરણોથી ઉજજવળ અને સિદ્ધાચલરૂપી ઉદય ગિરિપર રહેલા—આદિનાથરૂપી સૂર્ય પ્રતિદિન રક્ષણ કરે. બુદ્ધકોની બુદ્ધિને વિમુખ કરનાર, શ્રી ચંદ્રગથ્થરૂપી સમુદ્રમાં ચંદ્રસમાન અને જાગ્રત ગુણેને ધારણ કરનાર શ્રીધનેશ્વરસૂરિએ યદુવંશના આભૂષણમણિ અને તીર્થને ઉદ્ધાર કરનાર આહત ભક્ત શ્રી શિલાદિત્ય રાજાના અતિ આગ્રહથી બહુ હર્ષને આપનારું આ શત્રુંજયગિરિનું માહામ્ય કહેલું છે. જયાં સુધી જનસમૂહને સુખ આપનાર શ્રી જૈનધર્મ જગતમાં જાગ્રત રહે અને જ્યાં સુધી અંધકારને અંત કરનાર ચંદ્ર સૂર્ય આકાશરૂપ શય્યામાં ઉદય પામે; ત્યાં સુધી તે તે પુરૂષરતોના ચરિત્રથી ભૂમંડલમાં અલંકારરૂપ અને વિવિધ રસને સાગર એવો આ ગ્રંથ પૂર્ણ ઉદયથી વૃદ્ધિને પામો. For Private and Personal Use Only

Loading...

Page Navigation
1 ... 538 539 540 541 542