Book Title: Shatrunjay Mahatmya
Author(s): Jineshwarsuri
Publisher: Jaindharm Prasarak Sabha

View full book text
Previous | Next

Page 537
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૫૧૨ શત્રુંજય માહાતમ્ય. [ ખંડ ૨ જે. પીડાકારી થશે. તેની દૃષ્ટિએ પડવું તેજ અરિષ્ટના હેતુભૂત થશે, તેથી તેમ જાણીને કેટલાક મુનિ બીજે ચાલ્યા જશે અને કેટલાક ત્યાં પણ રહેશે. પેલે કલ્કી અન્યલિંગીને દંડ લઈ કપથી જૈનમુનિઓની પાસેથી પણ દંડ માગશે; એટલે તે નગરીને અધિષ્ઠાયક દેવ બલાત્કારે તેને અટકાવશે. પછી વર્ષાદ સત્તર અહેરાત્ર સુધી વૃષ્ટિ કરીને તે નગરને ડુબાવી દેશે. તે સમયે કલ્કી, પ્રતિપદ નામે સૂરિ અને કેટલાક સંઘના લેકે ઊંચા સ્થળપર ચડી જવાથી બચશે અને કેટલાક જળને પૂર સાથે સમુદ્રમાં તણાઈ જશે. પછી નંદરાજાના દ્રવ્યથી કઠી તે નગરીને નવી કરાવશે, અને પચાસ વર્ષ સુધી ધર્મથી સુકાલ ચાલશે. પછી અવસાનકાલ નજીક આવવાથી દુષ્ટ બુદ્ધિવાળો કલકી લિંગનો ત્યાગ કરેલા બીજા પાખંડીઓ પાસે જૈનલેકને ઉપદ્રવ કરાવશે. તે સમયે પ્રતિપદસૂરિ અને સંઘ કોન્સર્ગ કરીને રહેશે. તેથી આસન ચલિત થવાને લીધે ઈંદ્ર બ્રાહ્મણને રૂપે ત્યાં આવશે. ઉક્તિપ્રત્યુક્તિથી વારતાં પણ જયારે કલિક વિરામ પામશે નહિ, ત્યારે ઇંદ્રના પ્રહારથી મૃત્યુ પામશે. કલ્કી રાજા છાશી વર્ષનું આયુષ્ય પૂર્ણ કરીને મહાદુરંત નરકભૂમિમાં નારકી થશે. પછી ઇંદ્ર કલ્કીના પુત્ર દત્તને તેના પિતાના રાજયપર બેસારી, આહંત ધર્મને બેધ કરી, સંધને નમીને સ્વસ્થાને જશે. પછી જેણે પાપનાં ફળ પ્રત્યક્ષ જાણ્યાં છે એ દત્ત ઇંદ્રની આજ્ઞાથી અને પ્રતિપદસૂરિના કહેવાથી કેટલાક જૈન કરાવશે. પછી સંઘ અને ગુરૂને આગળ કરીને દત્તરાજા શત્રુંજયાદિ તીર્થોએ જઈ યાત્રા અને ઉદ્ધાર કરશે. ત્રિખંડ ભરતક્ષેત્રમાં દરેક નગરે, ગામે, ખેટે, કટે, પત્તને, ગિરિઓ, તીર્થ અને આર્ય અનાર્ય દેશમાં સર્વત્ર ઊંચા અરિહંત પ્રભુનાં ચૈત્ય કરાવશે, અને સદા અહિંસામાં તત્પર રહીને ગુરૂની આજ્ઞા પાળશે. એ દત્તના રાજયમાં મુખ્ય પક્ષને આશ્રય કરનારા, દુરાગ્રહ અને ઈબ્ધ છેડી દેનારા, શાંત, દાંત, સદાચારી અને ચાર ચારિત્રમાં સ્પૃહા રાખનારા એવા શ્રેષ્ઠ મુનિઓ થશે. ઇંદ્રના આદેશથી વર્ષાદ બરાબર કાળે વર્ષશે અને સાતે પ્રકારની ઈતિઓ ઉત્પન્ન થશે નહિ. સર્વ વિશ્વ ગાય, મહિષી અને અશ્વથી ભરપૂર થઈ સ્વર્ગના જેવું દેખાશે. રાજા દત્ત રાજ્ય કરતાં રાજાએ ન્યાયી, મંત્રીઓ જનહિતકારી અને લેકે સમદ્ધિમાન તેમજ ધાર્મિક થશે. એવી રીતે ત્યાર પછી પણ પાંચમા આરાના છેડાસુધી નિરંતર જૈનધર્મની પ્રવૃત્તિ રહ્યા કરશે. ત્યાર પછી વિશેષ દુષમ કાલ આવતાં લેક અધમ, નિર્ધન, અપાયુપી, For Private and Personal Use Only

Loading...

Page Navigation
1 ... 535 536 537 538 539 540 541 542