________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સર્ગ ૧૪ મો.] કચ્છી રાજાનું વૃત્તાંત.
૫૧૧ પછી જાજનાગ પણ ગુરૂના કહેવાથી સંધને લઈને રૈવતાચલ પ્રમુખ તીર્થોએ જઈ અહંત પ્રભુને હર્ષથી વંદના કરશે. શુભઉદયવાળો તે સર્વ ઠેકાણે ચ કરાવીને સર્વ કાર્યમાં પિતાનો આચાર પાળશે. વિક્રમાદિત્યની પછી મહાત્મા જાવડને કરેલે આ ઉદ્ધાર એકસે ને આઠ વર્ષે થશે. ત્યાર પછી કેટલાક કાળ ગયા પછી પરવાદીઓથી દુર્જય અને વિદ્યાબળમાં સમર્થ એવા બૌદ્ધ લેકે રાજાઓને બોધ કરી બીજા શાસન (ધમી ) ને લેપ કરી જગતમાં પિતાને ધર્મ સ્થાપન કરી સર્વ તીર્થો પિતાને કબજે કરશે. પછી ચંદ્રગચ્છરૂપી સમુદ્રમાં ચંદ્ર સમાન, સર્વ દેવમય અને લબ્ધિસંપન્ન ધનેશ્વર નામે સૂરિ થશે. અનેક તપવડે પવિત્ર તે આચાર્ય વલભિપુરના રાજા શિલાદિત્યને પવિત્ર જિનમતને બોધ પમાડશે. તે સૂરિરાજ શિલાદિત્યની પાસે બૌદ્ધ લેકોને દેશમાંથી કઢાવી તીર્થોમાં શાંતિ કરીને ઐયના સમૂહ કરાવશે. વિક્રમાદિત્ય પછી ચારસો ને સોતેર વર્ષે તે ધર્મવદ્ભક શિલાદિત્ય રાજા થશે. ત્યાર પછી આ જૈન શાસનમાં કુમારપાળ, બાહડ, વસ્તુપાળ અને સમરાશા વિગેરે પ્રભાવિક પુરૂ થશે.
તે સમયમાં ઘણું કરીને રાજાઓ સ્વેચ્છ જેવા, મંત્રીઓ ધનલુબ્ધ અને લેકે આચારભ્રષ્ટ તેમજ પરવંચક થશે. કેટલાક ગીતાર્થ માત્ર લિંગનાજ ધરનારા, કેટલાક આચારહીન, કેટલાક અપવિદ્યામાં આદરવાળા અને સત્ય વિદ્યામાં અનાદરવાળા થશે. વળી પિતાની બુદ્ધિથી નવીન આચારને ક૯પનારા, દુરાગ્રહી હૃદયવાળા, બહિ:ક્રિયામાં તીવ્રતા બતાવનારા અને અંતરમાં અત્યંત મત્સર ધરનારા થશે. તેમજ મુખ્ય માર્ગને ઉછેદ કરનારા અને અંદર અંદર ભેદ કરાવી પૂર્વપક્ષને તજી દઈને બીજા પક્ષમાં રહેનારા ૧૦૮ આચાર્યો થશે. હે ઇંદ્ર ! મારા નિર્વાણ પછી એક હજાર નવસે ને ચૌદ વર્ષે ગયા પછી ચૈત્રમાસની અષ્ટમીને દિવસે વિષ્ટિ. કરણમાં પાટલીપુત્ર નગરમાં કલ્કી, ચતુર્વક અને રૂદ્ર એવા ત્રણ નામવાળે પ્લેછપુત્ર રાજા થશે. તે સમયે મથુરાપુરીમાં રામ અને કૃષ્ણનાં મંદિરે પવને હણેલા જીર્ણવૃક્ષની જેમ અકરમા પડી જશે. તે વખતમાં સાતે ઇતિઓ, સાતે પ્રકારના ભય, ગંધરસને ક્ષય, દુર્મિક્ષ અને રાજવિરોધ તેમજ કેટિ ઉત્પાતો થશે. એ કલકી છત્રીશ વર્ષને થશે ત્યારે રાજા થશે, તે નંદરાજાના સુવર્ણના રજતૂપને લઈ આવશે, પછી દ્રવ્યને અર્થી થઈ તે નગરીને ખોદાવીને પણ ધન ગ્રહણ કરશે, અને સર્વ રાજાઓને પિતાના કર ભરનારા કરી દેશે. દ્રવ્યને માટે નગરને ખોદતાં લગ્નદેવી નામે એક શિલામય ધેનુ પ્રગટ થશે, જે મુનિઓને
For Private and Personal Use Only