________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૫૦૮ શત્રુંજય માહાતમ્ય.
[ ખંડ ૨ જો. જોઈ બધા યાત્રાળુઓ ખેદ પામશે. તે વખતે કપર્દી યક્ષ દેવતાઓની પાસે ક્ષણ માત્રમાં પુષ્કળ જળ મંગાવીને પોતાના ચિત્તની જેમ તે ગિરિને ક્ષણવારમાં જોઈને નિર્મળ કરી દેશે. પછી વાયુવડે કંપતા, સર્વત્ર તૃણ ઉગેલા અને પડી ગયેલા પ્રાસાદને જોઈ સંધપતિ વારંવાર ઘણે ખેદ પામશે, રાત્રિ પડતાં સર્વ સંધ ત્યાં નિવાસ કરીને નિદ્રાવશ થશે, એટલે તે અસુરો રથમાં રહેલી પ્રભુની પ્રતિમાને પર્વત ઉપરથી નીચે ઉતારી દેશે. પ્રાતઃકાલે મંગળનાદથી જાગ્રત થયેલે જાવડ પ્રભુની પ્રતિમાને નહિ જેવાથી અત્યંત ખેદ પામશે. પછી વાસ્વામી ઉપગથી તેને નીચે ઉતારેલી જાણી કપર્દીયક્ષને તે પ્રતિમા બતાવશે એટલે તે આનંદથી પાછો ઉપર લાવશે. ફરીવાર પાછા સંઘાળુઓ દિવસ વ્યતિક્રમ્યા પછી રાત્રિએ સુઈ જશે, એટલે તે મિથ્યાત્વીઓ પ્રતિમાને નીચે ઉતારી દેશે. પ્રાતઃકાલે પાછા સંધના લેકે તેને પર્વત ઉપર લાવશે, પણ નિર્વેદ વગરના તે દેવતાઓ પાછા રાત્રિએ તેને નીચે લઈ જશે. એવી રીતે લઈ જવામાં અને લાવવામાં એકવીસ દિવસ ચાલ્યા જશે, પણ આગ્રહને લીધે બંને પક્ષમાંથી કોઈ તેમ કરવામાં ઉદ્વેગ પામશે નહિ. પછી વાસ્વામી રાત્રિએ કપર્દી યક્ષને અને જાવડને બેલાવીને બંનેને પૃથક પૃથક કહેશે–“હે યક્ષ ! હવે તારી શક્તિનું સમરણ કર અને તારા અનુચરોને કહે. તું દેવતાઓની સાથે અસુરરૂપ તૃણમાં પવનરૂપ થઈ આકાશમાં વ્યાપી રહે, કારણ કે તારું ગાત્ર સનંગથી આશ્રિત છે, તેથી તું વજની જેમ બીજાથી અભેદ્ય છે. અને હે સંઘપતિ જાવડ ! તું સ્ત્રી સહિત ચતુર્વિધ ધર્મને ધારણ કરનારે છે, માટે તમે બંને આદિ પ્રભુનું હૃદયમાં ધ્યાન ધરી અને પંચ પરમેષ્ઠીનું સ્મરણ કરી, પ્રતિમાના રથની નીચે તેનાં ચક્ર (પૈડાં) ની પાસે પ્રતિમાને રિથર કરવાને માટે સુઈ જાઓ, તે મિથ્યાત્વી દે સમર્થ છતાં પણ તમે બંનેને જરાપણું ઉલ્લંઘન કરી શકશે નહિ, અને આ બાળઅબળાદિ સર્વ સંધ અમારી સાથે આદિનાથનું સ્મરણ કરતે પ્રાતઃકાળ સુધી કાયોત્સર્ગ કરીને રહો.” આવાં ગુરૂનાં વચન સાંભળી સર્વજન પિતપોતાના કાર્યમાં ત્વરા કરશે અને વજસ્વામી ધ્યાનમાં નિશ્ચળ થઈને રહેશે. પછી શબ્દસાથે હુંફાડા મારતા તે પાપી અસુરો ત્યાં આવશે, પણ ધ્યાનના પ્રભાવથી કઈ રીતે પ્રવેશ કરી શકશે નહિ. પ્રાતઃકાલે સૂર્ય પ્રકાશ થશે, એટલે પુણ્ય પ્રકાશક વાસ્વામી ધ્યાન પૂર્ણ કરીને જોશે તે સર્વ જેમનું તેમ દેખશે. પછી સર્વ તરફ મંગળવાજિત્ર વગાડતા સર્વ યાત્રાળુઓ અત્યંત હર્ષથી તે પ્રતિ
૧ બીજી પ્રતમાં આ લેકને બદલે જાવડàષિ પિતાને સેવક પાસે જળ મંગાવીને તેને નિર્મળ કરશે એવા ભાવાર્થવાળો ફ્લોક છે,
For Private and Personal Use Only