Book Title: Shatrunjay Mahatmya
Author(s): Jineshwarsuri
Publisher: Jaindharm Prasarak Sabha

View full book text
Previous | Next

Page 532
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir સર્ગ ૧૪ મો.] જાવડશાના ઉદ્ધાર વખતે દેવતાઓથી થવાના ઉપસર્ગ. ૫૦૭ તમને સંભારતો અને નવકાર મંત્રને ઉચ્ચારતો હું મૃત્યુ પામીને આ યક્ષ જાતિમાં ઉત્પન્ન થયે છું. મારું નામ કપર્દી યક્ષ છે. હું એક લાખ યક્ષે સ્વામી છું અને વિશ્વને ઉદ્ધાર કરવામાં સમર્થ છું. માટે તે સ્વામી ! કહે, શી આજ્ઞા છે આ પ્રમાણે વિનયથી કહીને સર્વ આભૂષણથી ભૂષિત થયેલે, ચાર ભુજમાં પાશ, અંકુશ, બીજોરું અને અક્ષમાળાને ધારણ કરનારે, હાથીને વાહનવાળે, નિધાનના સ્વામી એવા દેવતાઓએ ચોતરફથી સેવેલે અને સુવર્ણના જેવા વર્ણવાળો તે કપદ યક્ષ વજસ્વામીની પાસે બેસશે. પછી શ્રતજ્ઞાનને ધારણ કરનારા વાસ્વામી સિદ્ધગિરિનો પ્રભાવ કહી બતાવીને જાવડને કહેશે– હે મહાભાગ ! તું એ મહાતીર્થની યાત્રા કર અને એ તીર્થને ઉદ્ધાર કર. તારા ભાગ્યને વેગથી હું અને આ યક્ષ તે કાર્યમાં તેને મદદ આપશું.” તે સાંભળી જાવડ તત્કાળ ત્યાંથી ઉઠી વહાણમાંથી વસ્તુ ઉતારી મંગળીક કરીને કલ્યાણની ઈચ્છાએ ત્યાં જવા પ્રયાણ કરશે. પહેલે દિવસે સિદ્ધગિરિના પ્રથમના રક્ષક તે સંઘપતિની સતી સ્ત્રી જયમતિના શરીરમાં જવર ઉત્પન્ન કરશે. તે વખતે તપસ્વી વાસ્વામી તેના પર પિતાની દૃષ્ટિ માત્ર નાખીને તેની ચિકિત્સા કરશે. કેમકે “રાત્રિ અંધકાર ફેલાવે છે પણ સૂર્ય ક્ષણમાં તેને દૂર કરે છે. આકાશમાં લાખો યક્ષેસહિત ચાલતો નો કપ યક્ષ દુષ્ટ દેવતાઓ તરફથી આવી પડતા અનેક દુસહ વિન્નોને દૂર કરશે. શ્રીવાસ્વામી પણ વાયુથી મેઘને, ગિરિથી વાયુને, વજથી ગિરિને, સિંહથી હાથીને અષ્ટાપદથી સિંહને, જળથી અગ્નિને, અગ્નિથી જળને અને ગરૂડથી સપને એમ અસુરેએ ઉત્પન્ન કરેલી વિઘણને હણ નાખશે. અનુક્રમે તે સંઘ આદિપુર પહોંચશે, ત્યારે તે અધમ દેવતાઓ વૃક્ષના પત્રને વાયુ ચળાવે તેમ પર્વતને કંપાયમાન કરશે. એટલે શ્રીવાસ્વામી શાંતિકર્મ કરીને તીર્થજળ, અક્ષત અને પુષ્પ આક્ષેપ પૂર્વક પર્વત પર છાંટીને તેને નિશ્ચલ કરશે. પછી વજસ્વામીએ બતાવેલા શુભદિવસે ભગવંતની પ્રતિમાને આગળ કરીને દુંદુભિના દવનિ કરતો સંઘ ગિરિ ઉપર ચડશે. તે વખતે ત્યાં રહેલા મિથ્યાત્વી દેવતાઓ ભયંકર એવા શાકિની, ભૂત, વેતાળ, રાક્ષસ અને કુહના સમૂહને બતાવશે. સૂર્ય ચંદ્રની જેમ વાસ્વામી અને કપદ યક્ષ તે વિન્નરૂપ અંધકારને હણું નાખશે, તેથી સર્વ સંધ સુખેથી ગિરિના શિખર પર પહોંચશે. ત્યાં મુડદાં, અરિથ, ચરબી, રૂધિર, ખરી, કેશ અને માંસ વિગેરે મહા કિલષ્ટ પદાર્થોથી ખરડાએલ તે ગિરિને For Private and Personal Use Only

Loading...

Page Navigation
1 ... 530 531 532 533 534 535 536 537 538 539 540 541 542