Book Title: Shatrunjay Mahatmya
Author(s): Jineshwarsuri
Publisher: Jaindharm Prasarak Sabha

View full book text
Previous | Next

Page 530
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir સર્ગ ૧૪ મે. ] જાવડશાને પ્રાપ્ત થનાર આદિનાથનું પ્રભાવક બિંબ. ૫૦૫ થશે, તે હું કે બીજે જાવડ થશે ?” ઉપયોગથી જાણુને ગુરૂ કહેશે કે, “ જયારે પુંડરીક ગિરિના અધિષ્ઠાયક હિંસા કરનાર થશે, મધમાંસ ખાનારા તે યક્ષે સિદ્ધગિરિની આસપાસ પચાસ જનસુધી બધું ઉજજડ કરી નાખશે, કટિ કોઈ માણસ તે અવધિનું ઉલ્લંઘન કરી તેની અંદર જશે તો તેને મિથ્યાત્વીથયેલે કપર્દીયક્ષ અતિ રેષ ધરીને મારી નાખશે, ભગવાન યુગાદિ પ્રભુ પણ અપૂજ રહેવા માંડશે, તેવા બારીક સમયમાં તે તીર્થને ઉદ્ધાર કરવાને તું પિતેજ ભાગ્યવાન થઈશ. માટે પ્રભુના કહેવાથી બાહુબલિએ કરાવેલાં શ્રી પ્રથમ પ્રભુના બિંબને તું ચક્રેશ્વરી દેવીની ભક્તિ કરીને તેની પાસેથી માગી લે.” આ પ્રમાણે સાંભળી ગુરૂને નમી હર્ષથી નેત્રને પ્રફુલ્લિત કરતે જાવડ પિતાને ઘેર જઈ તત્કાળ પ્રભુની પૂજા કરીને બલિવિધાનપૂર્વક શુદ્ર દેવતાને સંતોષ પમાડી મનમાં ચકેશ્વરીનું ધ્યાન કરત સમાધિયુક્ત તપસ્યા કરશે. માસિક તપને અંતે ચકેશ્વરી દેવી સંતુષ્ટ થઈ, પ્રત્યક્ષરૂપે આવીને તે મહાપુરૂષને કહેશે “હે જાવડ! તું તક્ષશિલા પુરીએ જા, ત્યાંના રાજા જગન્મલને કહે, એટલે તેને બતાવવાથી ધર્મચકની આગળ તે આહંત બિંબને તું દેખીશ. પછી પ્રભુએ કહેલ અને ભાગ્યથી પ્રકાશિત એવો તું મારા પ્રસાદથી સર્વ પ્રકારના ધર્મમાં સારરૂપ તીર્થોદ્ધાર કરીશ.” કણમાં અમૃત જેવું તેનું વચન સાંભળી, હદયમાં તેમનું જ મરણ કરતો તે તત્કાળ તક્ષશિલા નગરીએ જશે અને ઘણા ભેટાવડે ત્યાના રાજાને સંતોષીને દેવીએ બતાવેલી પ્રતિમાને માટે પ્રીતિથી પ્રાર્થના કરશે. પછી રાજાની પ્રસન્નતા મેળવી ધર્મચક્ર પાસે આવી ભક્તિથી પ્રદક્ષિણા કરીને સમાહિતપણે જાવડ તેનું પૂજન કરશે. કેટલાક કાળ ગયા પછી ચંદ્રજનાની જેવું નિર્મળ, મૂર્તિમાન સુકૃત હોય તેવું, દૃષ્ટિને અમૃત સમાન અને બે પુંડરીકવાળું આદિનાથ પ્રભુનું બિંબ એકદમ પ્રગટ થશે. “ભાગ્યથી શું ન મળે ?' પછી તે જગત્પતિના બિંબને પંચામૃત સ્નાન કરાવી, પૂજા કરી, રથમાં બેસારીને ઉત્સવપૂર્વક તક્ષશિલા નગરીમાં લઈ જશે. પછી રાજાની સહાય મેળવી, ત્યાં રહેલા પોતાના ગોત્રીઓને સાથે લઈને એકબુક્ત કરતા જાવડ શત્રુંજય તીર્થની સન્મુખ તે પ્રતિમાને લઈને ચાલશે. માર્ગમાં સ્થાને સ્થાને ભૂમિકંપ, મહાઘાત, નિર્ધાત, અને અગ્નિદાહ વિગેરે મિથ્યાદૃષ્ટિ દેવોએ કરેલા વિક્રમૂહને ભાગ્યોદયથી ટાળતે અનુક્રમે સૌરાષ્ટ્ર દેશમાં પ્રવેશ કરીને સામર્થ્ય યુક્ત તે પિતાની નગરી મધુમતીમાં આવી પુગશે. ૧. એકાશના, For Private and Personal Use Only

Loading...

Page Navigation
1 ... 528 529 530 531 532 533 534 535 536 537 538 539 540 541 542