Book Title: Shatrunjay Mahatmya
Author(s): Jineshwarsuri
Publisher: Jaindharm Prasarak Sabha

View full book text
Previous | Next

Page 528
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૫૦૩ સર્ગ ૧૪ મે. ] સુશીલાનું કૌમાર્ય, જાવડશાનો સંબંધ. કળાભ્યાસ કરશે. તેનામાં મધ (યૌવન) વયનો પ્રવેશ થતાં તેના પિતાના મનમાં તેને ગ્ય કન્યાની ચિંતા પ્રવેશ કરશે. કાંપિલ્યપુર નગરમાં પોતાની જ્ઞાતિના હજારો લેકો વસતા હેવાથી ભાવડ સ્ત્રીનાં લક્ષણ જાણવામાં ચતુર એવા પિતાના સાળાને કન્યા શોધવા ત્યાં મોકલશે. કાંપિલ્યપુર જતાં માર્ગમાં શત્રુજયની તળેટીમાં આવેલા ઘેટી ગામમાં તે કાંઈ નિમિત્તે એક રાત્રિ નિવાસ કરશે. તે ગામમાં ભાવડની જાતને શૂર નામે એક વણિક રહેતો હતો, તેને સુશીલા નામે પુત્રીરત થશે. દેવકન્યા જેવા શરીરવાળી અને વાણુમાં પ્રસાદવાળી તે બાળા ઘરના આંગણામાં બીજી કન્યાઓની સાથે આવશે, અને કૌતુકથી તે તેના સામું જશે. જાવડને માતુલ તારાઓમાં ચંદ્રકલાની જેવી સર્વ કન્યાઓમાં શ્રેષ્ઠ તેને જોઈને વિસ્મય પામશે. નિમિત્તને જાણનારે તે તે કન્યાને બેલાવીને તેનું ગોત્ર અને નામ વિગેરે જાણી લેશે. પછી તેને પોતાના ઉલ્લંગમાં બેસારી કોની પાસે તેના પિતા શર વણિકને બોલાવશે. ગામને એગ્ય ભેટ લઈ શૂર વણિક ત્યાં આવી, નમી, આલિંગન કરીને તેને પિતાની પાસે બેસારશે. પછી ચતુર ભાવકને સાળો મધુર વાક્યથી તેને ઉલ્લાસ પમાડી પોતાના ભાણેજ જાવડને માટે તે યોગ્ય કન્યાની માગણું કરશે. પોતાની શક્તિથી શૂર વણિક નમ્ર વદનને થઈ જશે, તેવામાં કન્યા પિતજ હાસ્ય કરી તેને આપ્રમાણે કહેશે કે, “જે કુળવાન પુરૂષ મારા ચાર પ્રશ્નને ઉત્તર આપશે તે મારો ગ્ય પતિ થશે, અને જે તે પતિ નહિ મળે તો હું તપસ્યા કરીશ.” તેની આવી વાણું સાંભળી હર્ષ પામેલે જાવડને મામો તે કુલીન કન્યાને સાથે લઈને સત્વર મધુમતિ નગરીએ આવશે. તે ખબર સાંભળી કૌતુકથી ઉત્તાલ મનવાળે ભાવડ સ્વજનને લઈ પુત્રની સાથે અમારી ચયમાં આવીને બેસશે. પછી પિતાના સ્વજનથી પરવરેલી અને અંગપર સર્વ શૃંગારવાળી તે કન્યા ચૈત્યમાં આવીને સવેલને પિતાના ચસુથી અવલોકન કરશે. સર્વ તરફ ભમવાથી જાણે ખેદ પામી ગયા હોય તેમ તેનાં ચક્ષુ યુવાન અને લાવણ્ય જળના સરોવરરૂપ જાવડની ઉપર વિશ્રાંતિ પામશે. પછી જરા હાસ્યથી મુખને પ્રફુલ્લિત કરતી તે સુશીલા મરથરૂપ રથમાં બેઠેલ જાવડને સુશીલવાણીએ કહેશે. હે ચતુર ! શાસ્ત્રમાં કહેલા ધર્મ, અર્થ, કામ અને મોક્ષ નામના ચાર પુરૂષાર્થનું મારી આગળ વર્ણન કરે. તે સાંભળી સર્વ શાસ્ત્રરૂપ સમુદ્રને પારગામી એ કુમારરાજ મંદરગિરિથી ક્ષેભ પામેલા સમુદ્રની જેવા ધ્વનિવડે આપ્રમાણે કહેશે–ત્રણ રતને આધાર અને પ્રાણીમાત્રને હિતકારી એ ચારિત્રલક્ષણવાળે ધર્મ કોને સુખકારી નથી ? હિંસા, ચેરી, પરદ્રોહ, મોહ અને લે For Private and Personal Use Only

Loading...

Page Navigation
1 ... 526 527 528 529 530 531 532 533 534 535 536 537 538 539 540 541 542