Book Title: Shatrunjay Mahatmya
Author(s): Jineshwarsuri
Publisher: Jaindharm Prasarak Sabha

View full book text
Previous | Next

Page 526
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir સર્ગ ૧૪ મે.] * ભાવડ શેઠને વૃત્તાંત. ૫૦૧ અને પીરતાળીશ દિવસે વિક્રમાર્ક રાજા આ પૃથ્વી પર રાજય કરનાર થશે. તે સિદ્ધસેનસૂરિના ઉપદેશથી જિનવચનની જેમ સર્વ દેશને ગણમુક્ત કરી અમારા સંવત્સરનો લેપ કરીને પિતાને સંવત્સર પ્રવર્તાવશે. તે સમયમાં ઇંદ્રમાન્ય અરિહંતનાં મંદિરેથી શોભિત કાંપિલ્યપુર નામના નગરમાં વ્યાપારીઓમાં શિરોમણિ ભાવડ નામે એક શેઠ થશે. તીવ્રશીલને ધરનારી ભાવલા નામે તેને એક સ્ત્રી થશે, જે ધર્મની સાથે ક્ષમાની જેમ ભાવડની સાથે અનુયાયીપણે વર્તતી શોભા પામશે. ગૃહરીના વ્રતને પાળતાં તે બંને સ્ત્રી પુરૂષોને ધર્મસુખના આશયથી સુષમા કાલની જેમ દિવસે નિર્ગમન થશે. પછી ચિરકાલથી પાળેલી લક્ષ્મી પિતાના ચંચળ સ્વભાવથી વિજળીની જેમ ચંચળ થઈને તેના ઘરમાંથી જોતા જોતામાં ચાલી જશે. દ્રવ્ય જતાં પણ તેઓમાંથી સત્વ જશે નહિ. “પુરૂષને મનવાંછિત સર્વ ક્રિયા સત્વથીજ સાધ્ય થાય છે.” અલ્પ (સામાન્ય) વેષ ધરનારે, અલ્પ (નાના) ગૃહમાં રહેનાર અને અહ૫ દ્રવ્યવાળે તે ભાવડ થઈ ગયે, છતાં ધર્મમાં અન૯૫ ભાવ ધરીને રહે હાટ વિગેરે માંડીને દ્રવ્ય ઉપાર્જન કરશે. ત્રિકાલ જિનપૂજન કરી ગુરૂમહારાજને વંદના કરશે, અને બંને સંધ્યાએ ભક્તિપૂર્વક પ્રતિક્રમણ કરશે. એક વખતે કઈ બે મુનિ વિહાર કરતા કરતા તેને ઘેર આવી ચડશે, તે વખતે ભાવલા તેમને હરાવીને પિતાને દ્રવ્ય મળવા સંબંધી પ્રશ્ન કરશે. તેમાંથી એક મુનિ જ્ઞાનથી જાણુને તેને કહેશે કે, “આજે એક ઘડી વેચાવા આવશે તે તું વેચાતી લેજે, તેનાથી તમને બહુ ધનની પ્રાપ્તિ થશે. આ કથન સાવદ્ય છે, તો પણ પરિણામે બહુ શુભનું હેતુભૂત હોવાથી અમે કહ્યું છે. કેમકે તે દ્રવ્યથી તમારે પુત્ર તીર્થને ઉદ્ધાર કરશે.” મુનિનાં આવાં વચન સાંભળીને ભાવલા તે મુનિને હર્ષથી નમરકાર કરશે, મુનિઓ ધર્મલાભરૂપ આશિષ આપીને પોતાના ઉપાશ્રયમાં આવી ગુરૂચરણની સેવા કરશે. તેવામાં હાટથી ઘેર આવેલા ઘડી વેચનાર પુરૂષને જોઈને ભાવલા પિતાના પતિને મુનિનું હિતકારી વચન કહેશે. એટલે ભાવડ કેટલાક રેકડ અને કેટલાક ઉધાર દ્રવ્યથી ઘેર આવેલી મૂર્તિમાન કામધેનુ જેવી તે ઘડીને ખરીદ કરશે. પછી ભાવડ શેઠ સર્વ કામ છોડી દઈને તે ઘડીનીજ સેવા કરશે. જે વસ્તુ પરિણામે હિતકારક હોય છે તેનું સર્વે યતથી પાલન કરે છે.” અનુક્રમે સગર્ભા થયેલી તે ઘડી સમય આવતાં ઉચ્ચવાને અનુજબંધુ હોય તેવા સર્વ લક્ષણથી લક્ષિત અશ્વકિશરને જન્મ આપશે. પોતાના તેજથી ૧ ગૃહિધર્મ. શ્રાવકના બાર વ્રતરૂપ તેને, ૨ પ્રાતઃકાળે અને સૂર્યાસ્ત સમયે. For Private and Personal Use Only

Loading...

Page Navigation
1 ... 524 525 526 527 528 529 530 531 532 533 534 535 536 537 538 539 540 541 542