Book Title: Shatrunjay Mahatmya
Author(s): Jineshwarsuri
Publisher: Jaindharm Prasarak Sabha

View full book text
Previous | Next

Page 531
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir પ૦૬ શત્રુંજય માહામ્ય. [ ખંડ ૨ જે. એ સમયે પૂર્વે કરિયાણાં ભરીને જે વહાણે તેણે મહાચીન, ચીન તથા ભેટ દેશ તરફ મોકલેલાં હતાં, તે વાયુથી ભમતાં ભમતાં સ્વર્ણ દીપે જશે. અગ્નિના દાહથી ખલાસીઓ તેને વિષે સુવર્ણને નિશ્ચય કરી, તે અઢારે વહાણ તે ધાતુથી ભરશે અને જાવડના સદ્દભાગ્યના વેગથી નગરપ્રવેશને વખતેજ ત્યાં આવી પહોંચશે. તે વખતે એક પુરૂષ તેની પાસે આવીને ખબર આપશે કે, “નગરીના પરિસર ભાગમાં શ્રીવાસ્વામી નામે મુનિ પધાર્યા છે;” અને એક બીજો પુરૂષ પણ આનંદ ભર્યો આવીને ખબર આપશે કે, “પ્રથમ મોકલેલાં વહાણે બાર વર્ષ સુવર્ણ ભરીને અહીં આવ્યાં છે. તે બંને ખબર સાંભળી પ્રથમ શું કરવું તેના વિચારમાં તેનું ચિત્ત હિંચકા ખાતાં તે નિશ્ચય કરશે કે, “પાપનું ચિન્હ–પાપથી ઉપાર્જન થનારી લક્ષ્મી કયાં ! અને પુણ્યથી જ પ્રાપ્ત થનારા મહા પવિત્ર મુનિ કયાં ! માટે પ્રથમ વા મુનિ પાસે જઈ તેમને નમીને તેમનાં મુખનાં વચનો સાંભળું. કારણ કે તેમનાં દર્શન આગળ જગતમાં લક્ષ્મી અથવા બીજું કાંઈ પણ દૂર નથી. આ વિચાર કરીને તે ધન્યાત્મા જાવડ મોટા ઉત્સવથી લે કોની સાથે સમીપે આવેલા તે જંગમ તીર્થરૂપ પ્રભુની પાસે જઈને તેમને વંદના કરશે. પછી સુવર્ણ કમળ પર બેઠેલા વાસ્વામીના મુખચંદ્ર પર દૃષ્ટિ રિથર કરીને જાવડ તેમની આગળ બેસશે. તેવામાં દિશાઓને પ્રકાશિત ક. રતો, આકાશમાં વિદ્યુદંડની જેમ પ્રકાશ બતાવતો અને લોકોનાં ચિત્તને હરતે આકાશમાગે ત્યાં કોઈ દેવ આવી મુનિને નમીને આપ્રમાણે કહેશે–“હે સ્વામી ! પૂર્વે તીર્થમાન નગરના પતિ સુકર્મનો કપર્દી નામે દુર્દાત અને મદ્યપાન કરનાર હું પુત્ર હતો. તે વખતે દયાના સાગર એવા તમે મને પચ્ચખાણ આપી, શત્રુંજય તીર્થની સ્મૃતિ કરાવી અને પંચ પરમેષ્ઠી પદનો બોધ કરી મદ્યપાનના પાપથી નરકમાં પડતે બચાવ્યો હતો. જેવી રીતે આપે મને બચા, તે આપના ઉપકારનું લક્ષણ વિશેષપણે સાંભળે—પૂર્વ મધપાનના રસમાં મગ્ન હતું, મને જોઈ આપ દયાળુ પૂજય ભગવંતે મધ પીવાના પચ્ચખાણનું અવલંબન આપ્યું, જે મેં ગ્રહણ કર્યું હતું. તે છતાં એક વખતે ચંદ્રશાલા (અગાશી) માં ભદ્રાસન પર બેસી સ્ત્રીઓની સાથે કાદંબરી નામની મદિરા હું પોતે હ, પ્યાલામાં મધ લઈ જેવામાં હું નવાક્ષરમંત્રનું મરણ કરતો હતો, તેવામાં ઉપરથી પક્ષીએ ભક્ષણ કરેલા સર્પનું ઝેર તેમાં પડ્યું. તે નહિ જાણતાં મેં તેનું પાન કર્યું. થોડી વારમાં વિષ ચડતાંજ મને મૂર્છા આવી. તે વખતે મેં સર્વ તરફ મદિરા અવલેકતાં તે મહામંત્ર નવકારનું સ્મરણ કરવા માંડ્યું. મારા વ્યસનની નિંદા કરતો, વારંવાર For Private and Personal Use Only

Loading...

Page Navigation
1 ... 529 530 531 532 533 534 535 536 537 538 539 540 541 542