________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૮ શત્રુંજય માહાસ્ય.
[ ખંડ ૨ જે. પ્રભુના શાસનમાં મોટા ઉત્સવકારી થઈ પડ્યા. પછી પ્રભુને નમસ્કાર કરીને તેઓ પિતપોતાને સ્થાનકે ગયા, અને તીર્થના આશ્રયભૂત પ્રભુએ ત્યાંથી બીજે વિહાર કર્યો.
અનુક્રમે કાશીનગરીના ઉદ્યાનમાં ધાતકી વૃક્ષની નીચે ચૈત્રમાસની શુકલ ચતુ થએ અનુરાધા નક્ષત્રમાં દીક્ષાથી ચોરાશીમે દિવસે પ્રભુને કેવળજ્ઞાન ઉત્પન્ન થયું. સુર અસુરોએ આવીને રચેલાં સમોસરણમાં જગતના હર્ષને માટે પ્રભુએ પુણ્યરૂપ નાટકની નદીરૂપ દેશના આપી. તે સાંભળી અશ્વસેન વિગેરે રાજાઓએ અને વામાં પ્રભાવતી વિગેરે સ્ત્રીઓએ પ્રતિબોધ પામીને દીક્ષા લીધી. હરિસેન પ્રમુખ કેટલાક રાજાઓએ અને ફુરણયમાન શીલરૂપી કમળને ખીલાવવામાં સૂર્યપ્રભા જેવી તેમની સ્ત્રીઓએ સમકિત પ્રાપ્ત કર્યું. આર્યદત્ત વિગેરે પ્રભુની ઉપાસના કરનારા દશ પ્રકારના યતિધર્મના મૂર્તિમાન અંશ હોય તેવા દશ ગણધરે થયા. સ્થાને રસ્થાને ચરણન્યાસથી તીર્થે નિપન્ન કરતાઅતિશયોથી શોભિત એવા પ્રભુ ત્યાંથી પૃથ્વી ઉપર વિહાર કરવા લાગ્યા.
અનુક્રમે પ્રભુ તીર્થરાજ શ્રી શત્રુંજ્ય ગિરિપર આવ્યા. ત્યાં શ્રી આદિનાથની જેમ ભવિ પ્રાણીઓને તેમણે તે તીર્થને મહિમા આપ્રમાણે કહ્યો-ભે ભવ્ય ! “આ ગિરીશ્વર અનાદિ સંસારરૂપ સમુદ્રમાંથી તારનારે છે, જે શુદ્ધભાવથી જ પ્રાપ્ત “થાય છે; અભવ્ય છે તેને સ્પર્શ પણ કરી શકતા નથી. આ વિમળગિરિ સર્વ
તીર્થમય છે, તે માત્ર જોવાથી જ નિર્મળ આત્માવાળા પુરૂષની બે દુર્ગતિ (નરક ને “તિર્યચ)ને હણે છે તે અર્ચન કરવાથી શું ન કરે તેના મુખ્ય શિખરની ઉચ્ચતા
ની શી વાત કરવી ! જેની આગળ મેરૂગિરિ પણ લધુ છે. તે શિખર પ્રાપ્ત થવાથી “ભવ્ય જીવોને લેકાગ્ર હસ્તગત થાય છે. જેને પ્રાપ્ત કરવાને માટે દેવતાઓ પણ
ત્રણ રતને પ્રકાશ કરનાર મુક્તિમાર્ગની દીપિકારૂપ મનુષ્યતાને ઇચ્છે છે.” આ પ્રમાણે પાર્શ્વનાથ પ્રભુનાં મુખથી સાંભળીને તે ગિરિની અનુમોદના કરતા સતા કેટલાક મનુષ્યોએ સમકિત, કેટલાકે દ્વાદશત્રત અને કેટલાકે ચારિત્ર અંગીકાર કર્યું. પ્રભુનું વ્યાખ્યાન સાંભળી સર્ષ, નળીઆ, હાથી અને ભૂગ પણ પ્રતિબોધ પામી સમતાના આશ્રયથી અનુક્રમે તેજ ગિરિપર શિવગતિને પામી ગયા. દેવતાઓ જેમના ચરણકમળને સેવી રહ્યા છે એવા પ્રભુ રૈવત વિગેરે શિખરોમાં વિહાર કરી પુનઃ કાશીના ઉદ્યાનમાં આવીને સમેસર્યા. તેમના ભાઈ હરિતસેને આવી પ્રભુને
૧ પ્રભુની માતા. ૨ પ્રભુની સ્ત્રી.
For Private and Personal Use Only