________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સર્ગ ૧૩ મો.]
નારદનું શત્રુંજય ગિરિઉપર મોક્ષગમન..
૪૩
હવે દ્વારકાના દાહના અને યાદવાના ક્ષયના ખબર સાંભળી હૃદયમાં દુઃખ પામતા નારદ શત્રુંજય ગિરિએ આવ્યા. ત્યાં પેાતાના અવિરતીપણાની નિંદા કરતા અને યુગાદીશ પ્રભુને નમતા નારદે તેજ શિખર ઉપર સંસારને નાશ કરનારૂં અનશન ગ્રહણ કર્યું. ચાર શરણને અંગીકાર કરી અને ચાર મંગલને સ્વીકારી ચતુર નારદે મન, વચન અને કાયાની શુદ્ધિથી ચાર કષાયને તજી દ્વીધા. તેમજ ચાર શાખાવાળા ધર્મના આશ્રય કરી, ચેાથા ધ્યાનમાં રહી તેનેા ચતુર્થ અંશ મેળવીને પાંચમી ગતિ ( મેક્ષ ) ને પ્રાપ્ત થયા. એવી રીતે ઉત્સર્પિણી અને અવસર્પિણી કાળમાં મળીને એકાણુ લાખ નારદા એ ગિરિની ઉપર સિદ્ધિને પામ્યા જયરામ પ્રમુખ ત્રણ કાટી રાજર્ષીએ આ ગિરિએ આવી શ્રીયુગાદિ પ્રભુના ધ્યાનથી કેવળજ્ઞાન પામીને મેક્ષે ગયા છે. આ મહાતીર્થમાં અસંખ્ય ઉડ્ડા, અસંખ્ય પ્રતિમાએ અને અસંખ્ય ચૈત્યેા થયેલા છે,
છે.
વીર પ્રભુ ઈંદ્રને કહે છે, “હે ઇંદ્ર ! એવી રીતે શત્રુંજયગિરિના માહાત્મ્યને અનુસરીને રૈવતગિરિનું મોટું ઉદાર અને પવિત્ર માહાત્મ્ય અલ્પ રીતે મેં પ્રગટ કર્યું છે, હવે બાકીના ઉડ્ડારની સ્થિતિસંબંધી પાપના નાશ કરનારી, અને અમૃતને અરનારી મારી વાણીને શુદ્ધ મનથી ભાવનાવડે ભાવિત ચિત્ત કરીને સાંભળો. ’ इत्याचार्य श्रीधनेश्वरसूरिविरचिते श्रीशत्रुंजयमहातीर्थमाहात्म्यांतर्भूत श्रीरैवताचलमाहात्म्ये श्रीनेमिनाथदीक्षाज्ञाननिर्वाणपांडवोद्धारादिवर्णनो नाम त्रयोदशः सर्गः ।
For Private and Personal Use Only