________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શત્રુંજય માહાભ્ય.
[ ખંડ ૨ જો. મુનિઓના દેહને અગ્નિસંસ્કાર કર્યો, અને ત્યાંથી નંદીશ્વર દિપે જઈ અઠ્ઠાઈ ઉત્સવ કરીને જિનધ્યાનમાં પરાયણપણે પિતાપિતાને સ્થાનકે ગયા.
જ્યાં શ્રી નેમિનાથના દીક્ષા, જ્ઞાન અને મોક્ષ–એ ત્રણ કલ્યાણક થયેલા છે એવા શ્રી રૈવતાચલગિરિને હું નમરકાર કરું છું. જયા અહંત પ્રભુનું એકજ કલ્યાણક થાય તેને પણ મુનિઓ તીર્થ કહે છે, તો આ ત્રણ કલ્યાણકવાળે ઉજજયંત ( રૈવત) ગિરિ તેથી અધિક છે. ભગવંતના ચરણથી પવિત્ર થયેલી રૈવતાચલની રેણુઓ શુદ્ધિ કરનારા ચૂર્ણની જેમ આ વિશ્વને પવિત્ર કરે છે. આ રૈવતગિરિમાં દરેક શિખરની ઉપર જળ સ્થલ અને આકાશમાં ફરનારા જે જે જી હોય છે, તે સર્વે ત્રણ ભવમાં મોક્ષે જાય છે. તે સિવાય જે આ ગિરિપર વૃક્ષ, પાષાણો અને પૃથ્વીકાય , અપકાય, વાયુકાય અને અગ્નિકાયમાં રહેલા અચેતન છે - હેલા છે, તેઓ પણ કેટલેક દિવસે મોક્ષે જનારા છે. જે ગિરિની મૃત્તિકા ગુરૂગમના મેગથી તેલ અને ઘીની સાથે મેળવીને અગ્નિમાં ધમવાથી સુવર્ણરૂપ થઈ જાય છે, તેનો મહિમા શી રીતે વર્ણન કરે ! અહીં રહી, તપ અને ક્ષમાથી યુક્ત થઈ શમતારસમાં મગ્ન થયેલા મુનિ સપ્ત ધાતુમય દેહને છોડીને શાશ્વત દેહને પામે છે. જેમ પાર્શ્વમણિના સ્પર્શથી લટું સુવર્ણ થઈ જાય છે, તેમ આ ગિરિના સ્પર્શથી પ્રાણી ચિન્મયસ્વરૂપી થઈ જાય છે. જેમ મલયગિરિ ઉપર બીજાં વૃક્ષો પણ ચંદનમય થઈ જાય છે, તેમ અહીં પાપી પ્રાણુઓ પણ પૂજય થઈ જાય છે. ત્રણ જગતમાં શ્રીનેમિપ્રભુ જેવા કોઈ સ્વામી નથી, રૈવતાચલ જે કઈ ગિરિ નથી, અને ગર્જેદ્રપદ (હાથીપગલાં) જેવા કોઈ કુંડ નથી. એ ગિરિઉપર શ્રીનેમિનાથ પ્રભુના આઠ બંધુઓ, કૃષ્ણની આઠ પટ્ટરાણીઓ, રાજિમતી અને બીજા પણ ઘણું જીવો મોક્ષે ગયા છે.
દીક્ષા લઈને વિહાર કરતા પાંડવોએ હરિતકલ્પનગરમાં લેકેની પાસેથી નેમિનાથ પ્રભુનું નિર્વાણ સાંભળ્યું. તેથી શેક કરતા તેઓ રૈવતગિરિને દક્ષિણતરફ રાખીને પુંડરિકગિરિએ આવ્યા. અને ત્યાં તેમણે અનશન ગ્રહણ કર્યું. અનુક્રમે કુંતીમાતાની સાથે ઘાતી કર્મને ક્ષય કરી અંતકૃત્યેવલજ્ઞાનને પ્રકાશ પ્રાપ્ત કરી મેક્ષે ગયા. એ પ્રમાણે અહંત પ્રતિમાને ઉદ્ધાર કરનારા પાંડવો વીશ કોટી મુનિઓ અને કુંતીજીની સાથે આ સિદ્ધગિરિ પર મોક્ષે ગયા છે. પાંડવો મોક્ષે ગયા પછી બીજા બે હજારને પાંચસો મુનિએ પણ અનંત ચતુષ્ય પામીને મેક્ષે ગયા. ઘણું પુણ્યવાળી સતી દ્રૌપદી પાંચમા દેવલેકમાં ગયાં, અને બીજા કેટલાક મુનિઓ મેશે અને સ્વર્ગ ગયા.
For Private and Personal Use Only