Book Title: Shatrunjay Mahatmya
Author(s): Jineshwarsuri
Publisher: Jaindharm Prasarak Sabha

View full book text
Previous | Next

Page 516
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir સર્ગ ૧૩ મો.] રેવતાચલપર ભગવંતનું નિર્વાણ. ૪૯૧ દ્વારામતી નગરીને। દાહ થયા પછી યાદવાની સાથે સંમત થઈને પરીક્ષિત રાજા મહાનેમિના પુત્ર મેદિનીમલને સૂર્યપુરમાંથી લઈ આવ્યા અને સુરાષ્ટ્ર કેશમાં રૈવતાચલની નીચે રહેલા ગિરિદુર્ગ ( જુનાગઢ ) નગરના રાજ્ય ઉપર તેને અભિષેક કર્યો. તેના રાજ્યથી બધા મંત્રીએ, અંતઃપુરના લોકો, રાજાએ અને સર્વ પ્રજા–ધર્મિષ્ઠ, ગુણવાન અને વિશેષ ઉદયવાળી થઈ. પછી પરીક્ષિત રાજા હર્ષથી શત્રુંજય અને ઉજ્જયંત તીર્થની યાત્રા કરી યાદવ રાજાની રજા લઇને પેાતાના નગરમાં આવ્યા. ભગવાન્ નેમિનાથે અનુક્રમે પૃથ્વીને પવિત્ર કરતાં છંકાપુરમાં આવી ધૂમકેતુ નામના અસુર બ્રાહ્મણને પ્રતિબાધ કર્યાં અને ગિરિપાસે રહેલા અન્નપુરમાં દુષ્ટ વૈતાલશંકરને પ્રતિબંાધ આપીને સમકિત પાત્ર કર્યો. કારંટક વનમાં કાકીડાઓના ધાત કરનાર કર્કોટક નાગને અને સિદ્ધવડે સિદ્ધ્નાગયેાગીને પ્રતિબેધ કર્યાં. નગરકાટમાં નાગ નામના પુરૂષને સમકિત પમાડયું, અને ઇંદ્રકીલગિરિમાં ઇંદ્રકેતુ નામના અધમ વિદ્યાધરને પણ સમકિત આપ્યું. દેવગિરિમાં દુગર્યાદિત્યને જૈનતત્ત્વને જાણનાર કર્યો, અને બ્રહ્મગિરિમાં બ્રહ્મનાથ તાપસને પ્રતિબાધ કર્યો. બીજા પણ ધણા લાંકા, ભિલ્લો, મ્લેચ્છા, પાપી, વનચર અને પક્ષીઓને પ્રભુએ હર્ષથી પ્રતિબાધ પમાડયો. ધર્મ તીર્થને નાશ કરનારા અને લેાંકાના અતિ દ્રોહ કરનારા કેટલાક મનુષ્યાને પ્રભુએ સમકિત મૂલ શ્રાવકધર્મ ગ્રહણ કરાવ્યા. તેથી જેએ તીર્થના નાશ કરનારા હતા તેઆપણુ ઉલટા પેાતાના અંગીકાર કરેલા સમકિતની વિશુદ્ધિને માટે તીર્થના પ્રભાવક થયા અને નેમિનાથના ચરણની પૂજાથી મૃત્યુ પામીને સદ્ગતિને પ્રાપ્ત થયા. આ પ્રમાણે આયોનાર્ય દેશમાં વિહાર કરતા નેમિનાથ પ્રભુને ચાવીશ હજાર ને સાતસા સાધુઓ, ચાળીશ હજાર બુદ્ધિમાનું સાધ્વીએ, એક લાખ ને આગણુસાઠ હજાર શ્રાવકા, અને ત્રણ લાખ ને એગણચાળીશ હજાર શ્રાવિકાઓ–એટલેા પરિવાર પાતાના પ્રતિબાધેલા થયા. પેાતાના નિર્વાણસમય નજીક જાણી સુર, અસુર અને નરાએ ધ્યાન કરવાચેાગ્ય નેમિપ્રભુ રૈવતાચલ ઉપર આવ્યા. ત્યાં પ્રભુએ પર્યંત દેશના આપી, જેથી કેટલાક જનોએ પ્રતિબાધ પામી દીક્ષા લીધી. પછી પ્રભુએ પાઢપાપગમ અનશન અંગીકાર કર્યું. એ સમયે આસન ચલિત થવાથી સર્વે ઇંદ્રો શેક કરતા ત્યાં આવ્યા. અનુક્રમે આષાઢ માસની શુકલ અષ્ટમીએ ચિત્રા નક્ષત્રમાં શૈલેસી ધ્યાનવડે પ્રભુ પાંચસે ને છત્રીશ સાધુઓની સાથે માક્ષે ગયા. પછી ઈંદ્રોએ કલ્પવૃક્ષનાં કાષ્ટોથી અરિષ્ટનેમિનાથ અને ખીજા For Private and Personal Use Only

Loading...

Page Navigation
1 ... 514 515 516 517 518 519 520 521 522 523 524 525 526 527 528 529 530 531 532 533 534 535 536 537 538 539 540 541 542