________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સર્ગ ૧૩ મો. ]
પ્રધુમ્ર અને શાંબ પ્રમુખ યાદવકુમારનું મોક્ષગમન.
૪૯
શિખરે પ્રભુપાસે ગયા. અન્યદા ખલરામ મુનિ પારણાને માટે એક નગરમાં ગયા. ત્યાં કુવાકાંઠે પાણી ભરવા આવેલી કાઈ સ્રીએ તેમના રૂપથી માહિત થઈ તેમનીજ સામું જોઈ રહીને ધડાની શંકાએ પેાતાના બાળકના ગળામાં ઢારડું નાંખીને તેને કુવામાં મૂકવા માંડ્યો. તે જોઈને પેાતાના દેહનેવિષે પણ તેએ ઉદ્વેગ પામ્યા; અને ‘હવેથી મારે કાઈ વખત પણ નગરમાં પેસવું નહિ' એવા અભિગ્રહ ધરીને ત્યારથી તેએ વનવાસી થયા. વનમાં રહીને તપસ્યા કરતા એ બલરામમુનિની સમતાના પ્રભાવથી સિંહ ન્યાત્રાદિક ક્રૂર પ્રાણીઓએ પણ પેાતાની દુષ્ટતા છેડી દ્વીધી. એક મૃગ પૂર્વભવના સંબંધથી તેમની પાસે આવીને હંમેશાં શિષ્યની જેમ હર્ષપૂર્વક તેમની ઉપાસના કરવા લાગ્યા. એક વખતે કાઈ રાજાના કાર્યને માટે એક રથકાર ત્યાં આવ્યા. તેનીપાસે બલરામમુનિ મૃગની પાછળ પાછળ ચાલતા પારણાને માટે ગયા. રથકાર તેમને જોઈ ને ધણેાજ ખુશી થયા અને પાતાના આત્માને ધન્ય માનવા લાગ્યા. પછી તેણે શુદ્ધ અન્નથી બલરામમુનિને પ્રતિલાભિત કર્યાં. રથકારનું દાતાપણું અને મુનિનું સત્પાત્રપણું ભક્તિથી અનુમાદા તે મૃગ નેત્રમાં હર્ષાશ્રુ લાવી ઉન્મુખ થઇને ઉભા રહ્યો. તે વખતે અકસ્માત્ અર્ધું છેદ્યાએલું એક વૃક્ષ તેમના ઉપર પડયું, તેથી ત્રણે મૃત્યુ પામીને બ્રહ્મક૯૫માં પદ્મોત્તર વિમાનની અંદર દેવતા થયા. જે તુંગી શિખર ઉપર રામમુનિએ મેટું તપ કર્યું હતું, તે શિખર તેમના સંયાગથી સર્વ પાપને ધાવામાં સમર્થ મહાતીર્થ થયું. એ તુંગીગિરિ મહા પ્રભાવિક છે કે જ્યાં તપ અને દાનની અનુમેાદના કરવાથી એક મૃગે પણ સ્વર્ગમાં દેવપણું પ્રાપ્ત કર્યું. ત્યાં જઈને જે ત્રિકાલે ભક્તિથી નેમિપ્રભુને નમે છે, તે ત્રણ ભવની અંદર મુક્તિસુખને પામે છે.
પ્રશ્ન અને શાંબ પ્રમુખ યાદવકુમારા વિધિપૂર્વક નેમિપ્રભુની આરાધના કરતા હતા; તેમને અન્યદા પ્રભુએ કહ્યું કે, હે વત્સા ! તમે દુર્ગતિના દ્વારને બંધ કરનાર શ્રીસિદ્ભાચલ તીર્થં જાએ, ત્યાં ધ્યાન ધરતાં તમને મુક્તિના લાભ થશે.’ આવી પ્રભુની વાણી સાંભળી સાડાત્રણ કાટી મુનિસાથે શાંખ અને પ્રધુમ્ર મુનિ પ્રભુને નમીને હર્ષથી શત્રુંજય તીર્થે આવ્યા. રાજાદનીનું વૃક્ષ અને પ્રભુના સ્થાનને મૂકી તેની દક્ષિણ તરફ જઈ તેજ ગિરિના સાતમા શિખર ઉપર રૈવતગિરિની નજીક આવીને તેએ રહ્યા. ત્યાં આસનપર બેસી, ઇંદ્રિયાને જિતી, સમતાવાન થઈ, શ્વાસ પ્રશ્વાસથી નાસિકાને રાકી જાણે કાતરી લીધા હોય તેમ સ્થિર થઈ પ્રભુના ધ્યાનમાં લીન થઈને રહ્યા. ક્ષણવારમાં આર્હત્ જ્યોતિનું ધ્યાન ધરવાથી લયના લાભ કરી ધ્યાતા, ધ્યેય અને ધ્યાનના ભેદ છેાડી દઇ એ ત્રણેની ઐક્યતા કરી દઇને કેવલ જ્ઞાન પામ્યા. પછી ક્રમયોગે સર્વ કર્મને ખપાવી
ર
For Private and Personal Use Only