Book Title: Shatrunjay Mahatmya
Author(s): Jineshwarsuri
Publisher: Jaindharm Prasarak Sabha

View full book text
Previous | Next

Page 513
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૪૮૮ શત્રુંજય માહાસ્ય. [ ખંડ ૨ જો. રહું છું, પણ અહીં કેઈપણ માણસ ક્યારે પણ મારા જોવામાં આવ્યું નથી, તેથી મારા ઘાતથી પીડાઓ છે તે તમે કોણ છો? જે સત્ય હોય તે કહે.” કૃષ્ણ કહ્યું, ભાઈ જરકુમાર ! અહીં આવ, જેને માટે તું વનવાસી થયે છે, તે હું કૃષ્ણ છું. તારે વનમાં રહેવાને બધે પ્રયાસ વૃથા થયેલ છે. પરંતુ જે ભાવી થવાનું હતું તે સત્ય થયું છે, તેમાં તારે જરાપણ દોષ નથી. પણ હવે અહીંથી તું સત્વર ચાલ્ય જા, નહીં તો મારા વધના ક્રોધથી બલભદ્ર તને મારી નાંખશે. આ મારૂં કૌતુભ ઇંધણી તરીકે લઈને તું પાંડેની પાસે જા, તેમને આ સર્વ વૃત્તાંત જણાવજે; એટલે તેઓ તને સહાય આપશે. આ પ્રમાણે કહેવાથી જરાકુમાર ઘણે કણે ખેદ પામતે ત્યાંથી ગયે. તેના ગયા પછી બાણના ઘાની પીડાથી ક્ષણમાં કૃષ્ણને કુલેશ્યા ઉત્પન્ન થઈ. તે વેશ્યાથી મૃત્યુ પામીને કૃષ્ણ ત્રીજી નરકે ગયા. એવી રીતે યાદવ નાયક કૃષ્ણ પિતાનું એક હજાર વર્ષનું આયુષ્ય પૂર્ણ કર્યું. ત્યાર પછી તરતજ બલભદ્ર પાંદડાના પડીયામાં પાણી લઈને ત્યાં આવ્યા. એટલે પિતાના અનુજબંધુ કૃષ્ણને તેમણે પૃથ્વી પર સુતેલા જોયા. “આ સુખે સુતા છે એવી બુદ્ધિથી ક્ષણવાર તે તે ભાણા, તેવામાં કૃષ્ણના મુખમાં પેસતી મક્ષિકાઓ જોઈને તે મનમાં દુઃખ પામ્યા. એટલે વારંવાર નેહથી તેમને બેલાવવા લાગ્યા, બેલ્યા નહીં એટલે હલાવી જોયા, તેથી તેમને મૃત્યુ પામેલા જાણ્યા, એટલે બલભદ્ર તત્કાળ મૂછ પામીને રૂદન કરવા લાગ્યા. પછી વનમાં ચારે બાજુ દૃષ્ટિ નાખતાં તેને ઘાતકને જ નહીં, એટલે તેમણે માટે સિંહનાદ કરીને વૃક્ષોને અને પ્રાણીઓને કંપાવી દીધા પછી અપૂર્વ નેહથી કૃષ્ણના શબને ધઉપર ઉપાડીને બલભદ્ર વને વને ભમવા લાગ્યા. વળી ક્ષણવાર નીચે મૂકીને મીઠે વચને બેલાવવા લાગ્યા. એવી રીતે સ્નેહથી મોહ પામીને તેમણે છ માસ નિર્ગમન કર્યા. પછી તેને સારથિ સિદ્ધાર્થ જે દેવ થયે હતો તે ત્યાં આવ્યું. તેણે અતિ ભાંગી ગયેલા રથને સજજ કરવાની મહેનત કરીને, પથ્થર ઉપર લતા વાવીને અને બળી ગયેલા વૃક્ષ પર સિંચન કરી તેને નવપલ્લવ કરવાનો પ્રયત કરી દેખાડીને બલભદ્રને બોધ પમાડ્યો. તેવાં દૃષ્ટાતેથી રામે કૃષ્ણને મૃત્યુ પામેલા જાણ્યા, એટલે તે દેવે પિતાનું સ્વરૂપ જણાવ્યું અને કૃષ્ણ ઉપરનો નેહ તજાવ્યો. પછી બલરામે તે દેવની સાથે સિંધુસંગમ તીર્થમાં અગ્નિ અને કાર્ષથી કૃષ્ણના દેહને અગ્નિસંસ્કાર કર્યો. એ સમયે શ્રીનેમિનાથ ભગવંતે મોકલેલા એક ચારણ મુનિ ત્યાં આવ્યા. તેમણે પ્રતિબોધ આપીને બલભદ્રને દીક્ષા દીધી. પછી બલભદ્ર મુનિ તુંબિકા For Private and Personal Use Only

Loading...

Page Navigation
1 ... 511 512 513 514 515 516 517 518 519 520 521 522 523 524 525 526 527 528 529 530 531 532 533 534 535 536 537 538 539 540 541 542