________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
४८६
આ કીપ
મારી નાખે તમારા કોબા થથ મગર
શત્રુંજય માહાસ્ય.
[ ખંડ ૨ જે. સાથે મળવાને લીધે ગધ માત્રથી પણ અતિ મદ કરનારી થઈ પડી. એક વખતે શાંબ કુમાર ફરતે ફરતો તે તરફ ગયે, અને તેને ગંધ સુધી તેમાં લાલુપ થઈ અતૃપ્તપણે તેનું પાન કરીને તેણે તેનું ઉચે પ્રકારે વર્ણન કરવા માંડ્યું જેથી બીજા કુમારોએ પણ તેનું પાન કર્યું. પછી સર્વે તેના ઘેનથી ઘુમતા ધુમતા એક ગિરિની ગુફામાં આવ્યા, ત્યાં પોતાના શત્રુ કોપાયનને ધ્યાન કરતો તેઓએ જે. એટલે “આ દીપાયન આપણું નગરીને બાળી નાખીને યાદને નાશ કરવાને છે, માટે તેને અહિંજ મારી નાખે, જેથી હણાયા પછી તે આપણને શી રીતે હણશે ? આ પ્રમાણે શાબના કહેવાથી સર્વે કુમારો ક્રોધાતુર થઈ, લાકડીઓ, યષ્ટિઓ અને મુષ્ટિઓથી તેને ખૂબ ફૂટી નગરીમાં ચાલ્યા ગયા. તે ખબર સાંભળી કચ્છ ખેદ પામીને બલભદ્રની સાથે ત્યાં જઈ તેને શાંત કરવા લાગ્યા. “હે ક્ષમાધાર ! મારા દુર્વિનિત પુત્રોએ મદ્યપાની થઈને આવી માઠી ચેષ્ટા કરી છે તે તે ક્ષમા કરો, તમારા જેવા પુરૂષોને કોપ હેત નથી. સત્પરૂ દુર્જનોથી પીડાયા છતાં પણ કિંચિત્માત્ર કેપ કરતા નથી. રાહુથી પીડાએલે ચંદ્ર શું કદિ પણ પિતાના કીરણોથી કોઈને બાળે છે ?” આવી કૃષ્ણની પ્રાર્થના સાંભળીને દીપાયને કહ્યું, “હે કણ ! આ તમારી પ્રાર્થના વૃથા છે, કેમકે પ્રથમ જયારે મને મારની પીડા થઈ ત્યારે મેં દ્વારકા બાળવાનું નિયાણું કરેલું છે. તેથી તમે બે ભાઈવિના સર્વે યાદવે જરૂર અગ્નિથી દગ્ધ થઈ જશે, માટે હવે વધારે ચાટુ વચન કહેવાની જરૂર નથી. આવાં તેનાં વચન સાંભળીને “જે થવાનું હશે તે અન્યથા થશે નહિ.” એવું વિચારી કૃષ્ણ ત્યાંથી ચાલ્યા ગયા, અને તપસ્વી દીપાયન મૃત્યુ પામીને નિયાણાના કારણથી અગ્નિકુમાર દેવતાઓમાં ઉત્પન્ન થે. બીજે દિવસે કૃષ્ણ દ્વારકામાં એવી ઉદ્દધેષણ કરાવી કે, “ભાવી અરિષ્ટને નાશ કરવાને માટે સર્વ લેએ ધર્મમાં તત્પર રહેવું. જોકે તે સાંભળીને તે પ્રમાણે રહેવા લાગ્યા. તેવામાં સર્વજ્ઞપ્રભુ વિહાર કરતા કરતા રૈવતાચળઉપર સમેસર્યા. તે ખબર સાંભળી કૃષ્ણ પુત્રો સહિત ત્યાં આવી પ્રભુને વંદના કરી. પ્રભુના મુખથી મેહને નાશ કરનારી વાણી સાંભળીને પ્રધુમ્ર અને શાંબ વિગેરે કુમારે એ દીક્ષા લીધી. રુકિમણી તથા જાંબવતી વિગેરે ઘણી યાદવોની સ્ત્રીઓએ ચારિત્ર લીધું અને બીજી કેટલકે શુભ વાસનાથી શ્રાવકપણું ગ્રહણ કર્યું. પછી કૃષ્ણ પૂછયું- હે સ્વામી ! મારા નગરને દાહ ક્યારે થશે ?' પ્રભુએ કહ્યું, “આજથી બાર વર્ષે રોષ પામેલો તે દ્રીપાયન અસુર તમારા નગરને બાળી નાખશે. તે સાંભળી કૃષ્ણ મનમાં ખેદ પામીને પિતાની નગરીમાં ગયા, અને નેમિનાથ પ્રભુએ સૂર્યની જેમ અજ્ઞાનરૂપી અંધકારને ટાળતા ત્યાંથી અન્યત્ર વિહાર કર્યો.
For Private and Personal Use Only