________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
४८४ શત્રુંજય માહાસ્ય.
[ ખંડર જો. ઓ આપણે રાજય કરતાં છતાં કાળના માહાસ્યથી આ તીર્થ કેવું જીર્ણ થઈ ગયેલું છે ? તે સમયે અકરમાતું સ્વર્ગમાંથી પાંડુદેવે આવીને પ્રસન્ન દૃષ્ટિએ કહ્યું, “હે કૃષ્ણ! તમે સર્વ કાર્યમાં પરિપૂર્ણ પરાક્રમી છે, તમે પૂર્વે રૈવતાચલનો ઉદ્ધાર કરીને ફલ મેળવ્યું છે, તે મારા પુત્રને આ પુંડરીકગિરિના ઉદ્ધારનું ફલ આપે. કૃષ્ણ પ્રસન્ન થઈને કહ્યું, “હે પાંડુદેવ ! તેમાં તમારે પ્રાર્થના શા માટે કરવી પડે છે કેમકે તમારા પુત્ર પાંડે તે અમે છીએ અને અમે તે પાંડવો છે, અમારામાં પરસ્પર કાંઈ પણ અંતર નથી.” પછી પાંડુદેવ કૃષ્ણને ભલામણ કરી પ્રભુને સ્તવી નમી અને યુધિષ્ઠિરને એક મણિ આપીને વેગથી અંતર્ધાન થઈ ગયા. પછી ધર્મસૂનુએ આનંદ પામી કારીગરો બોલાવીને આદિનાથ પ્રભુનું શાશ્વત ચૈત્યજેવું મોટું ચય કરાવ્યું. પછી પારિજાત વૃક્ષની શાખાને એક નિર્મળ શંકુ કરીને પાંડુદેવે આપેલે મણિ ભગવંતની પ્રતિમાના હૃદય ઉપર સ્થાપિત કર્યો. પછી સુગંધી દિવ્ય દ્રવ્યથી શિક્ષીઓની પાસે પાંડવોએ આનંદપૂર્વક પ્રભુનું બિંબ રચાવ્યું. તે બિંબ પાંડના ભક્તિરાગવડેજ રક્ત હોય તેવું, પાંડવોને પુણ્યરૂપી સૂર્યનાં ઉદય કિરણો ધારણ કરતું હોય તેવું અને મુક્તિરૂપી સ્ત્રીને લલાટના કુંકુમ તિલક જેવું શૈભવા લાગ્યું. ધર્મકુમારે શ્રી વરદત્ત ગણધરે આપેલા શુભ લગ્નમાં પ્રભુના ચૈત્યની અને બિંબની તેમની પાસે જ પ્રતિષ્ઠા કરાવી. પછી રાજા યુધિષ્ઠિરે પોતાના કુલને અલંકૃત કરવા માટે વિશ્વના અલંકારરૂપ પ્રભુને માટે અલંકારોને સમૂહ રચાવ્યું. પછી પૂર્ણ કામનાવાળા પાંડવોએ પ્રભુની અષ્ટપ્રકારી પૂજા કરી, ચૈત્ય ઉપર પરમ ધર્મના લક્ષણરૂપ મહાવજ ચડાવે, હર્ષથી યાચકની ઈચ્છા પ્રમાણે અવિશ્રાંત દાન દીધું અને નિષ્પા૫ આદિતીર્થરૂપ સંઘની પૂજા કરી. પછી ઈંદ્રોત્સવ કરી, ચામર છત્ર પ્રભુની આગળ ધરી પ્રભુની આરતિ ઉતારીને પુષ્કળ દાન આપ્યું. એવી રીતે ધર્મકુમાર સર્વ ધર્મ કાર્ય કરીને અનુમોદન કરતા સર્વે રાજાઓની સાથે ગિરિ ઉપરથી ઉતર્યા.
ત્યાંથી ચંદ્રપ્રભાસ તીર્થે જઈને ચંદ્રપ્રભુની, રેવતગિરિ ઉપર નેમિનાથની, અને અબુદાચલ ઉપર શ્રી આદિ પ્રભુની તેમણે હર્ષથી પૂજા કરી. પછી વૈભારગિરિએ અને સમેતશિખરે ગયા, અને વીશે તીર્થકરોની દશ ત્રિક સહિત પૂજા કરવાવડે તેમણે ઉપાસના કરી. આવી રીતે શુભ એવું સંઘ પતિનું કર્તવ્ય કરી પુણ્યથી પવિત્ર હૃદયવાળા તેઓ અનુક્રમે દ્વારકામાં આવ્યા. દ્વારકામાં કૃષ્ણને મૂકી, તેમણે કરેલે આભૂષણેને સત્કાર ગ્રહણ કરી, સર્વ રાજાઓને વિદાય કરીને પાંડવો પિતાના નગરમાં આવ્યા. એવી રીતે પાંડેએ પિતાના પુણ્યના ઉદ્ધારની જે મહામંગળકારી શત્રુંજય તીર્થે ઉદ્ધાર કર્યો.
૧. ત્રણ નિમિહી, ત્રણ પ્રદક્ષિણા વિગેરે દશ ત્રિક ચૈત્યવંદન ભાખ્યાદિકથી જાણી લેવાં.
For Private and Personal Use Only