Book Title: Shatrunjay Mahatmya
Author(s): Jineshwarsuri
Publisher: Jaindharm Prasarak Sabha

View full book text
Previous | Next

Page 507
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir શત્રુંજય માહાસ્ય. [ ખંડ ૨ જે. શન ગ્રહણ કર્યું. એક માસને અંતે જિનધ્યાનમાં પરાયણ એવા તેઓ સર્વ પરિવાર સાથે અક્ષર પદને પામ્યા. - શુકાચાર્ય વિહાર કરતાં કરતાં શૈલક નગરે આવ્યા અને ત્યાંના રાજા શૈલકને પાંચ મંત્રીઓ સહિત દીક્ષા આપી. મહા તપસ્યા કરનાર શૈલકમુનિ દ્વાદશાંગી ભણીને અનુક્રમે સૂરિપદને પામ્યા, અને પિતાના ચરણન્યાસથી પૃથ્વીને પવિત્ર કરવા લાગ્યા. શુક ભટ્ટારક પણ ચિરંકાલ પૃથ્વી પર વિહાર કરી શત્રુંજય તીર્થ આવી અનશન લઈને કેવળ જ્ઞાન પામ્યા અને એક માસને અંતે જયેષ્ઠ માસની પૂર્ણિમાએ એક હજાર મુનિઓસહિત અનંત ચતુષ્ટયને સિદ્ધ કરીને સિદ્ધ પદને પ્રાપ્ત થયા. શૈલકાચાર્યને કાલાતિક્રમે ભોજન કરવાથી શરીરમાં રોગ ઉત્પન્ન થયે. તેઓ ફરતા ફરતા શિક્ષક નગરે આવ્યા. તેને પુત્ર મક્ક રાજા પોતાના પિતા મુનીશ્વરને આવેલા જાણી પરિવાર સાથે સામે ગયો અને ભક્તિથી તેમને વંદના કરી. પછી મક્કે પુણ્યને પિષણ કરનારી તેમની વાણી સાંભળીને સંતોષ પ્રાપ્ત થવાથી પિતાના પિતા પાસેથી શ્રાવકધર્મ ગ્રહણ કર્યો. જેને માંસરસ સુકાઈ ગયે છે અને જેમનું શરીર કૃષ્ણવર્ણ થઈ ગયું છે એવા પિતાના પિતાને નમસ્કાર કરીને તે રાજા બે હે ગુરૂ! જે આપની આજ્ઞા હેય તો હું વૈઘો પાસે તમારી નિર્દોષ ચિકિત્સા કરાવું?' આ પ્રમાણે કહી તેમની આજ્ઞા મેળવીને મટુંકે વૈદ્યોને બેલાવી તેમને ઉપચાર કરાવ્યું અને તેવી ગુરૂભક્તિથી દુષ્કર્મરૂપ રેગથી પોતાના આત્માને પણ ઉપચાર કર્યો. ત્યાં બહુ દિવસ રહેવાથી આચાર્યને રસમાં લેલપી થયેલા જાણુને એક પંથક નામના શિષ્યને ત્યાં મૂકી બાકીના સર્વે મુનિએ અન્યત્ર વિહાર કર્યો. એક વખતે કાર્તિક માસની પૂર્ણિમાને દિવસે તે પંથક મુનિએ પ્રતિક્રમણ કરતાં પ્રથમથી સુઈ ગયેલા ગુરૂને ખામણા ખામતાં પિતાના મસ્તકને તેમના ચરણ સાથે સ્પર્શ થવાથી જગાડ્યા. “મને કણ જગાડે છે ?” એમ બેલતા ગુરૂ ઉઠયા. એટલે પંથક મુનિએ વિનયથી આ પ્રમાણે કહ્યું, “હે પૂજ્ય ગુરૂ! આ જે ચાતુર્માસ પૂર્ણ થયેલ હોવાથી તમને ખામણા આપવાના મિષથી મેં જગાડ્યા છે, તેથી મને ધિક્કાર છે. હે ક્ષમાવાન ગુરૂ! તે મારા અપરાધને ક્ષમા કરે.' આવે તેને વિનય જોઈ ગુરૂ મનમાં લજજા પામ્યા, અને ચારિત્રને દૂષણ લગાડનારા પિતાના આત્માને આ પ્રમાણે અત્યંત નિંદવા લાગ્યા–“રસના ઇંદ્રિયે જિતાએલા મને ધિક્કાર છે! કે મેં શિથિલપણાથી ધર્મરૂપ રતને મલીન કરી નાખ્યું, - ૧ મોક્ષ. For Private and Personal Use Only

Loading...

Page Navigation
1 ... 505 506 507 508 509 510 511 512 513 514 515 516 517 518 519 520 521 522 523 524 525 526 527 528 529 530 531 532 533 534 535 536 537 538 539 540 541 542