________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સર્ગ ૧૩ મો. ] થાવાપુત્રનું વૃત્તાંત.
૪૮૧ કડે સુખ ભોગવતાં ઘણા દિવસો ઉચે પ્રકારે નિર્ગમન કર્યા. એક સમયે સંસારરૂપ દાવાનલને શમાવનાર શ્રી નેમિનાથનાં વચન સાંભળીને તે ક્ષણવાઝ્માં વિષયગ્રામથી વિમુખ થઈ ગયું. પછી કર્મબંધ હલકાં થવાથી તેણે પોતાની માતા પાસે આવીને વિવિધ આગ્રહથી દીક્ષા લેવાની રજા દેવા પ્રાર્થના કરી. એટલે મુક્તાફલથી ભરેલે થાળ લઈ માતાએ કૃષ્ણ પાસે આવીને પિતાના પુત્રને દીક્ષા લેવાનો આગ્રહ જણાવ્યું. કૃષ્ણ તેની સાથે આવીને સ્થાપત્યા પુત્રને સંસારની તૃષ્ણ વધે તેવાં વચનો કહ્યાં, પણ અતિ વિરક્તપણાને લીધે તેણે તે વચન માન્ય કર્યા નહિ. તેથી હર્ષ પામીને કૃષ્ણ તે સ્થાપત્યાપુત્રની સાથે દીક્ષા લેવાની ઇચ્છાવાળા જે પુરૂષો હોય તેને જાણ કરવા માટે પોતાની નગરીમાં આવેષણ કરાવી. તેથી વ્રત લેવાની ઈચ્છાવાળા એક હજાર પુરૂષો ત્યાં એકઠા થયા. કૃષ્ણ તે સર્વને થાવચા પુત્રની સાથે દીક્ષા મહોત્સવ કર્યો. નેમિપ્રભુના ધ્યાનરૂપ ભંડારના અધિપતિ સ્થાપત્યા પુત્ર મુનિ તે સર્વે મુનિઓની સાથે શ્રત જ્ઞાનધારી થયા. જીવાજીવાદિ તત્ત્વને જાણનારા તે થાવસ્થા પુત્ર મુનિને પ્રભુએ સૂરિપદે સ્થાપિત કર્યા. પછી તે હજાર મુનિઓની સાથે પૃથ્વી પર વિહાર કરવા લાગ્યા.
સ્થાપત્યા સૂનુ આચાર્ય વિહાર કરતા કરતા એકદા શૈલક નામના નગરમાં આવ્યા. ત્યાંના શૈલક નામના રાજાને તેમણે પ્રતિબંધ પમાડીને અણુવ્રતધારી કર્યો. ત્યાંથી વિહાર કરી એ પ્રસિદ્ધ આચાર્ય સૌગંધિક પુરીના ઉદ્યાનમાં સમોસર્યા. ત્યાં એક સુદર્શન નામના તાપસ ભકતે તેમને નમસ્કાર કર્યો. તે શેઠે તેમની પાસેથી જીવ દયામય ધર્મ સાંભળીને ગ્રહણ કર્યો. “ચિંતામણિ રતને કોણ ન ઇચછે ?” તેને પૂર્વ ગુરૂ શુક નામે એક સંન્યાસી હતા, તે એક હજાર શિષ્ય સાથે દેશાંતરમાંથી ફરતો ફરતો ઉસુક થઈને તે નગરમાં આવ્યું. ત્યાં સુદર્શન શેઠને જુદી જ રીતનો થઈ ગયેલે જઈ તેણે કહ્યું, “હે શિષ્ય! કયા પાખંડી ગુરૂ પાસેથી તે આ ધર્મ સ્વીકાર્યો ?” તે બે -આ દયામય ધર્મમાં ચતુર્ણાનધારી અને શીલગુણથી ઉજવળ સ્થાપત્યાસુનુ નામે મારા ગુરૂ છે. પછી પિતાના હજાર શિષ્યથી પરવરેલે શુક સુદર્શનની સાથે નીલ અશેકવનમાં ગયે. ત્યાં રહેલા સ્થાપત્યાપત્ય મુનિને જોઈ ચુકે આગતવાગત સંબંધી પ્રશ્ન કર્યો. પછી સ્થાપત્યા સૂનુ આચાર્ય અનેક મતરૂપ સાગરની જળભમરીમાં જેની પદપંક્તિ ભમી રહેલી છે એવા શુકને નિરૂત્તર કરી દીધું. જેથી તત્કાળ શુક તાપસે જૈનમતરૂપ અમૃતના સ્વાદમાં લોલુપ થઈને પિતાના સર્વ શિષ્યની સાથે ચારૂ ચારિત્ર ગ્રહણ કર્યું અને અનુક્રમે તેઓ સૂરિપદને પામ્યા. ભવભીરૂ રથાપત્યાનું પતાને અંતસમય નજીક જાણી શ્રમરહિતપણે સિદ્ધગિરિ પર આવ્યા અને અન
For Private and Personal Use Only