________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૪૮૦ શત્રુંજય માહાભ્ય.
[ ખંડ ૨ જો. કારણ સાંભળો. “વૈતાગિરિ ઉપર વિદ્યાના બલથી ભયંકર એવો રૂદ્ર નામે ખેચર વૈતાઢય ઉપરની બધી પૃથ્વીને દબાવશે. તે ખેચર ઘણી સ્ત્રીઓને પતિ છતાં તેને જાણે બીજું જીવિત હોય તેવી ઉમા નામે એક નિર્દોષ શરીરવાળી સ્ત્રી થશે. તે રૂદ્રના ભયથી તેને શંભુ નામથી બોલાવીને પિતાની શાંતિને માટે લેકે તેના ભક્ત થઈ ઈષ્ટદેવની જેમ ઉમાસહિત તેની પૂજા કરશે. એ ખેચર સારી રીતે ધ્યાન કરનારા મનુષ્યની ઉપર તુષ્ટમાન થઈને તેમને ઇચ્છિત વસ્તુ આપશે, તેથી લેકે તેની વિશેષ પૂજા કરશે. પર્વત, આરામ, સરિતા અને ચૈત્ય પ્રમુખ સ્થાનમાં હર્ષથી ક્રીડા કરતે તે રૂદ્ધ ખેચર એ ઉજજયંતગિરિના મસ્તક પર આવીને ઉમાસહિત તપસ્યા કરશે, અને ત્યાં રહેલા ચારણ મુનિને ભક્તિથી નમસ્કાર કરશે. પછી તે મુનિના ઉપદેશથી તે પાપકર્મથી વિરામ પામશે. મુનિના ઉપદેશથી દુઃખનું વૃક્ષ જે વિષય, તેનું આદ્ય મૂળ સ્ત્રી જ છે, એવું જાણું પિતાની સ્ત્રી ઉમાને ત્યાગ કરીને સહસ્ત્રબિંદુ નામની ગુફાને વિષે તે એકલે તપસ્યા કરશે. તેના વેગથી રહિત એવી ઉમા પણ તેની પ્રવૃત્તિ (ખબર ) નહીં જાણવાથી બિંદુશિલા ઉપર રહીને એકલી તીવ્ર તપસ્યા કરશે. તેના ધ્યાનથી સંતુષ્ટ થયેલી ગૌરીવિદ્યા નિશ્ચળ ચિત્તવાળી ઉમા ઉપર સંતુષ્ટ થઈ પ્રત્યક્ષ દર્શન આપીને ઇચ્છિત વરદાન આપશે. તે વરદાનથી પોતાના પતિને સહસ્ત્રબિંદુ ગુફામાં તપ કરતા જાણી, ત્યાં જઈ અતિ મેહક રૂપથી ઉમા તેને ધ્યાનમાંથી ક્ષેભ પમાડશે, “સ્ત્રીનાથી કોણ ક્ષોભ ન પામે ?” પછી પુનઃ પ્રેમમગ્ન થઈ રૂદ્ર ખેચર તેની સાથે પાછો રમમાણ થશે. તેનાથી આ ગિરિ ઉમાશંભુ એવા નામથી પ્રખ્યાત થશે. સહસ્ત્રબિંદુ ગુફામાં એક ચિત્તથી તેણે શ્રી નેમિનાથનું આરાધન કર્યું હતું તેથી તે ઉત્સર્પિણી કાળમાં દેવપૂજય તીર્થંકર થશે.” આ પ્રમાણે મુનિ પાસેથી સાંભળી તે ભાવી જિનેશ્વરને નમસ્કાર કરી કૃષ્ણ વાસુદેવ પરિવાર સાથે ત્યાંથી દ્વારકામાં આવ્યા અને શ્રી નેમિનાથપ્રભુ દેશનાથી ભવિકજનોને પ્રતિબધ કરતા મૂર્તિમાન સૂર્યની જેમ પૃથ્વી પર વિહાર કરવા લાગ્યા. રાજિમતીએ સંવેગ પામીને નેમિનાથપાસે વ્રત ગ્રહણ કર્યું, અને એક વસુદેવવિને બધા દશાહએ પણ દીક્ષા લીધી. મહાનેમિ તથા રથનેમિ વિગેરે યદુપુત્રો પણ દીક્ષા લઈ તીવ્ર તપ કરવા લાગ્યા.
દ્વારકા નગરીમાં સ્થાપત્યા નામે સાર્થવાહી રહેતી હતી, તેને પુત્ર સ્થાપત્યા સૂનું હતો, દેવતાની જેવા તે પુત્રે બત્રીશ પ્રિયાઓને પ્રાણનાથ થઈ સૈ
૧ થાવસ્યા. ૨ “થાવગ્ના પુત્ર” એ નામથી પ્રસિદ્ધ છે તે.
For Private and Personal Use Only