________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૪૭૮
શત્રુંજય માહાત્મ્ય.
[ ખંડ ૨ જો.
હવે ઢે
અને તે તીર્થં નદીના સ્પર્શવગરનું મારૂં મસ્તક વાનરીના જેવુંજ રહ્યું. પિતા ! મારૂં મસ્તક જે ત્યાં વૃક્ષપર રહેલું છે તેને નદીમાં નાખો, એટલે પછી હું વિડંબના રહિત થઇને મારા જન્મ નિર્ગમન કરીશ. આ વિદેશી પુરૂષે રૈવતગિરિનું માહાત્મ્ય સંભળાવીને મને તેનું સ્મરણ કરાવ્યું,તેથી હે પિતાજી! એ મારા ખરેખર બંધુ છે, માટે તેનું આપ ધણું સન્માન કરે.” આ પ્રમાણે પ્રસન્ન મનથી પુત્રીને પૂર્વભવ સાંભળીને રાજાએ માણસે માકલી તેનું મસ્તક તે નદીમાં નખાવ્યું, એટલે તત્કાલ એ વિશાલ લેાચના રાજકુમારીએ મુખોાભાથી ચંદ્રને જિતી લીધા. અર્થાત્ તેનું મુખ ચંદ્રથી વિશેષ શેલાવાળું થયું. રાજા પણ એ તીર્થનું માહાત્મ્ય પ્રત્યક્ષ જોઇને ચિત્તમાં બહુજ વિસ્મય પામ્યા. પછી સૌભાગ્યમંજરી સંસારથી વિમુખ થઈ આગ્રહથી પિતાને પેાતાના વિવાહાત્સવ કરતા અટકાવીને રૈવતાચલે આવી. ત્યાં તીવ્રતપ આચરતી એ ઉત્સુક બાલાએ જિનધ્યાનમાં તત્પર થઇને અનુક્રમે ધણાં અશુભકર્મ ખપાવ્યાં. છેવટે મૃત્યુ પામીને તીર્થના માહથી તે ત્યાં વ્યંતરદેવી થઈ અને તે નદીના દ્રમાં નિવાસ કરીને સંધનાં વિજ્ઞોને નાશ કરવા લાગી. તે મેટા માહાત્મ્યવાળા તીર્થમાં રહેવાથી સર્વદેવતાઓને અનુસરવા યોગ્ય મહાદેવી થઇ પડી.
પછી ઇંદ્ર વાયવ્ય ાણમાં ઇંદ્ર નામનું એક પેાતાનું નગર વસાવીને નેમિનાથને મસ્તકપર ધરીને ત્યાં રહ્યો. તેમિ જિનના ધ્યાનથી પવિત્ર થયેલા બ્રહ્મદ્રે સંધની વૃદ્ધિને માટે ડમર નામના દ્વારમાં પેાતાની મૂર્તિ સ્થાપન કરી, જિનધ્યાનથી પવિત્ર મનવાળા મલ્લિનાથ નામના દ્ન નંદભદ્ર નામના ગિરિદ્વારમાં દ્વારપાળ થયા. બલવાન્ બલભદ્ર પેાતાના મસ્તકપર છત્રરૂપ કરેલા ભગવંતના ચરણકમળથી આતપ રહિત થઈ મહાખલદ્વારમાં રહ્યો. મહા બલવાન વાયુ લૉકાના વિન્નરૂપ તણુના સમૂહને ઉડાડનાર થઈ બકુલ નામના દ્વારમાં રહ્યો. પાતાનાં શસ્ત્રોથી વિન્નરૂપ શત્રુઓને હણનારી અને ઉત્તર કુરૂમાં રહેનારી સાત માતાએ બદરીદ્વારમાં રહી. કેદાર નામના દ્વારમાં કેદાર નામે રૂદ્ર ગિરિના રક્ષક થઇને રહ્યો. એવી રીતે સર્વ દિશામાં આઠ દેવતાઓએ નિવાસ કર્યાં. જેમ જિનેશ્વરપાસે આઠ પ્રાતિહાર્ય રહે છે, તેમ એ આઠ દેવતાએ ગિરિપર આયુધ ઊંચાં કરી પ્રતિહાર થઇને રહ્યા છે. સર્વે દેવતાએ મસ્તકપર નેમિનાથ પ્રભુનાં ચરણકમળ રાખવાથી પવિત્ર અને મહા પ્રભાવથી વિશ્ર્વસમૂહને ત્રાસ આપી નિમેળ થઇને રહેલા છે. ત્યાં રહેલા અસંખ્ય દેવતાએ ત્યાં આવનારના મનારાને પૂરે છે, વિવિધ આયુધ ધરીને રહેલા છે અને ભવિજને પર વાત્સલ્ય રાખનારા છે, મુખ્ય શૃંગથી ઉત્તર દિશાએ તે દિશાના રક્ષક મહાબલવાન મેધનાદ છે, પશ્ચિમ
For Private and Personal Use Only