________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સર્ગ ૧૩ મો. ]
ઉમાશંભુ ગિરિની ઉત્પત્તિ.
૪૭૯
દિશાના રક્ષક વાંચ્છિત અર્થને આપનારા રમેધનાદ છે, પૂર્વદિશામાં સિદ્ધે ભાસ્ય નામે છે અને દક્ષિણમાં સિંહનાદ છે. એ ચાર શિખરાથી મુખ્ય શિખર જાણે ચતુર્મુખ હાય તેવું જણાય છે. મુખ્ય શિખરથી ચારે દિશાઓમાં એ બે લઘુ શિખર છે, ત્યાં મૃત્યુ પામેલા અને દગ્ધ થયેલા પ્રાણી ઉત્તમ દૈવ થાય છે. ત્યાં રહીને તપસ્યા કરતાં અને નેમિનાથનું ધ્યાન ધરતાં મનુષ્યો અષ્ટસિદ્ધિ મેળવીને પ્રાંતે અવ્યય પદને પામે છે. તે શિખરાની ઉપર છાયાદાર કલ્પવૃક્ષો, વાંછિત દાનને આપનારી વલ્લીઓ, સરાવરા, કુવાઓ અને કાળી ચિત્રાવેલી છે, કે જે પ્રાણીને પુણ્યથીજ પ્રાપ્ત થાય છે. એ ગિરિપર પ્રત્યેક વૃક્ષમાં, પ્રત્યેક સરાવરમાં, પ્રત્યેક કુવામાં, પ્રત્યેક દ્રમાં અને પ્રત્યેક સ્થાનમાં શ્રી નેમિનાથના ધ્યાનમાં પરાયણ દેવતાએ રહેલા છે. હારની મધ્યમાં ચકદાની જેમ તે સર્વેની મધ્યમાં ઊંચા શિખર ઉપર સંધના ઇચ્છિત અર્થને આપનારા સિંહવાહની અંબિકાના નિવાસ છે. જ્યાં રહીને શ્રી નેમિનાથ પ્રભુએ જરા પાછું વાળીને જોયું હતું તે, તેમના બિંખવડે પવિત્ર થયેલું શિખર આલાકન એવા નામથી પ્રખ્યાત થયેલું છે, અંબાગિરિની દક્ષિણ તરફ સર્વે અર્થને આપનાર અને યુદ્ઘથી શત્રુઓના સમૂહને હણનાર ગામેધ નામે યક્ષ રહેલા છે. ઉત્તર દિશાએ સંધના વિશ્ર્વસમૂહને હરવામાં ચતુર મહાજ્વાળા નામે પ્રસન્નનયના દેવી રહેલાં છે. કૃષ્ણ વાસુદેવે પૂજા કરતી વખતે પેાતાનું છત્ર જે શિલાપર મૂકીને પાછું લીધેલું હતું તે શિલા લેકમાં છત્રશિલા એવા નામથી પ્રખ્યાત થઈ છે. તે ગિરિ ઉપર એવાં ઘણાં શિખરા છે અને ધણી ગુફાઓ છે કે જ્યાં જિનસેવામાં પરાયણ ધણા દેવતાઓએ આશ્રય કરેલા છે. એવી રીતે તેનાં બધાં સ્થાનેા દેવતાઓએ આશ્રિત કરેલાં ઢાવાથી તે ગિરિ સ્વર્ગથી પણ મનહર અને જાણે દેવમય થયેલા હાય તેમ જણાય છે.
કૃષ્ણે કરેલા જળયાત્રા મહેાત્સવ પૂર્ણ થવાથી સર્વે દેવતાઓ કૃતાર્થ થઈ પ્રભુને નમી ફરીવાર આવવાને ઉત્સુક થઈ પાતાતાને સ્થાનકે ગયા. પછી પુણ્યકર્મમાં તૃષ્ણાસહિત એવા કૃષ્ણ પણ નીચે ઉતરવા લાગ્યા. માર્ગમાં હિંદુ૩હાનેવિષે એક મુનિ તેમના જોવામાં આવ્યા. તત્કાળ હૃદયમાં હર્ષ પામતા કૃષ્ણ તે મુનિને નમ્યા, અને તેમની પાસેથી ગિરિના ધણેા પ્રભાવ સાંભળ્યેો. પછી ત્યાં રહીને પર્વતનું સૌંદર્ય જોતાં વાયવ્ય દિશામાં એક ગિરિને જોઈ કૃષ્ણે તે મુનિને પૂછ્યું કે, ‘આ કયો ગિરિ છે': મુનિ બાલ્યા−એ ગિરિ હાલ ઉજ્જયંતગિરિનું મસ્તક એ નામથી ઓળખાય છે, હવે પછી તેનું ઉમાશંભુ એવું નામ પડશે. તેનું
For Private and Personal Use Only