Book Title: Shatrunjay Mahatmya
Author(s): Jineshwarsuri
Publisher: Jaindharm Prasarak Sabha

View full book text
Previous | Next

Page 520
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir સર્ગ ૧૪ મે.] શ્રી પાશ્વનાથચરિત્ર. ૪૯૫ તેજ કર્યો. તારૂણ્યવયમાં પાર્ષકુમાર પિતાના આગ્રહથી નરવર્મ રાજાની પુત્રી સુંદર પ્રભાવાળી પ્રભાવતીને મોટા ઉત્સાહથી પરણ્યા. અન્યદા પાર્શ્વનાથ પ્રભુએ મિથ્યાત્વતપના મઠરૂપ કમઠ નામના તાપસને ધૂમ્રપીડિત સર્ષ બતાવીને ધર્મબંધમાં જાગ્રત કર્યો. અગ્નિજવાલાથી આકુલ વ્યાકુલ થયેલા સર્પને પ્રાણ તજતી વખતે પાર્શ્વનાથ પ્રભુના દર્શન થવાથી તે ધરણ નામે પાતાલપતિ દયાળુ નાગદ્ર થયે. હિંસામિશ્ર ધર્મને કરનાર કમઠની લેકે નિંદા કરવા લાગ્યા. તેથી પાર્શ્વનાથ ઉપર રોષ ધરતો કમઠ મૃત્યુ પામીને મેઘમાળી નામે અસુર થયે. અનુક્રમે ત્રીશ વર્ષ ઉલ્લંઘન કરીને લોકતિક દેવતાએ પૂજિત પ્રભુ સાંવત્સરી દાન આપી દીક્ષા લેવાને ઉત્સુક થયા અને પૌષમાસની શુકલ એકાદશીએ અનુરાધા નક્ષત્રમાં દિવસના પ્રથમ ભાગે પ્રભુએ અ8મ કરીને ત્રણસો રાજાઓની સાથે દીક્ષા લીધી. તે વખતે પ્રભુને મનઃપયેય જ્ઞાન ઉત્પન્ન થયું અને દેવતાઓ નમસ્કાર કરી મનમાં તેમનું મરણ કરતા પિતપોતાને સ્થાનકે ગયા. બીજે દિવસે કેપકટક નામના નગરમાં ધન્ય નામના ગૃહસ્થને ઘેર પ્રભુએ પરમ અન્નથી પારણું કર્યું. ત્યાંથી વિહાર કરતા પ્રભુએ કલિગિરિમાં કંડ જેવા સરોવરને કાંઠે કાદંબરી અટવીનેવિષે કયેત્સર્ગ કર્યો. ત્યાં મહીધર નામે એક હાથી જળ પીવા માટે આવ્યું. તેને પ્રભુને જોતાં પૂર્વભવનું મરણ થવાથી તે પ્રભુની સેવા કરવા લાગ્યો. નજીકમાં રહેલા દેવતાઓએ ત્યાં ત્રિકાલ સંગીત કરવા માંડયું. કેમકે “આંગણામાં કલ્પવૃક્ષ આવતાં તેને લાભ લેવામાં કોણ ઉદાસી રહે?” ત્યાંથી પ્રભુ વિહાર કરી ગયા પછી અંગદેશને રાજા તેમને વાંદવામાટે આવ્યું. ત્યાં પ્રભુને ન જોવાથી ચિંતામણિ રત હાથમાં આવેલું જવાથી ખેદ પામે તે ખેદ પામીને તે મૂછ પામી ગયે. તે રાજાને મૂછિત જઈ તેની પ્રીતિનેમાટે દેવતાઓએ ત્યાં પ્રમુની નવ હાથ પ્રમાણ પ્રતિમા કરી. મહીધર હસ્તી કાલગે મૃત્યુ પામીને વ્યંતરદેવ થયે. તે દેવ અને બીજા દેવતાઓ તે પ્રતિમાનું ધ્યાન કરનારા પુરૂષોની મનોકામના પૂરવા લાગ્યા. અંગરાજાએ હર્ષ પામીને ત્યાં મોટા પ્રાસાદ કરાવ્યું. ત્યારથી એ તીર્થ કલિકંડ એવા નામે વિખ્યાત થયું. કલિગિરિમાં તે કુંડને કાંઠે રહેલી શ્રી પાર્શ્વનાથ પ્રભુની પ્રતિમાને જે જુએ છે, સંભારે છે અને પ્રીતિથી પૂજે છે, તેનું સર્વ પ્રકારનું હિત થાય છે. એ મહાતીર્થ દેવતાઓએ ભક્તિથી અધિષ્ઠિત કરેલું છે, તેથી ત્યાં રહીને મંત્ર ધ્યાન કરવાથી તે આ ભવ અને પરભવના વાંછિતને આપે છે. સદ્દગુરૂ પાસેથી મંત્ર લઈને એ કલિકુંડ પાશ્વનાથનું જે નિઃશંકપણે For Private and Personal Use Only

Loading...

Page Navigation
1 ... 518 519 520 521 522 523 524 525 526 527 528 529 530 531 532 533 534 535 536 537 538 539 540 541 542