________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૪૫૫
સર્ગ ૧૩.] પશુપકારથી નેમિનાથે પાછો વાળેલ રથ. ભાગ્ય સમજવું. તે વખતે જ દક્ષિણ અંગના ફરકવાથી ભાવી અશુભને ચિતવતી રાજિમતી બેલી “સખિ ! અત્યારે મને અપશુકન થાય છે, તેથી આ નેમિનાથ જેવા પતિ મને પ્રાપ્ત થવા અતિ દુર્લભ છે.” સખી બોલી “બહેન ! જિનેશ્વરના પ્રભાવથી તે અશુભ શાંત થશે. જે આ નેમિનાથ પ્રત્યક્ષ આવ્યા ! હવે સંદેહ શું કરે છે ?
આ પ્રમાણે રાજિમતી તથા સખીઓ પરસ્પર વાત કરે છે તેવામાં નેમિનાથ પ્રભુને રથ વેગથી ઉગ્રસેનના મંદિર પાસે આવ્યું. તે અવસરે નિષ્કામ પ્રભુએ પ્રાણીઓને કરૂણરવર સાંભળે. વિવિધ જાતિનાં પશુઓ ઊંચાં મુખ કરીને પિતપિતાની ભાષામાં નેમિનાથ પ્રત્યે કહેવા લાગ્યા કે “ત્રણ જગતનું રક્ષણ કરનાર છે
સ્વામી ! અમારી રક્ષા કરો, રક્ષા કરો.” જો કે પ્રભુ સર્વ જાણતા હતા, તથાપિ તેમણે સારથિને પૂછયું કે “આ પશુઓને સમૂહ કેમ એકઠો કર્યો છે ? અને તે શા માટે કરૂણવરે રૂવે છે?” સારથિએ નમન કરીને કહ્યું, “સ્વામી ! યાદ આ પ્રાશુઓને વિવાહમાં ભજનને માટે લાવેલા છે, તે શું આપ નથી જાણતા ?' તેના કહેવાથી દયાળુ પ્રભુ અંતરમાં અત્યંત દુભાણ અને ચિતવવા લાગ્યા કે “અહો ! આ સર્વ વિશ્વ તત્વાર્થની સમજ વગરનું છે, પરંતુ બંધુજનના સ્નેહપાશમાં બંધાઈ જઈને અમે પણ શું આવું અકૃત્ય આરંભીએ ? પ્રાપ્ત થતી વખતે કિંચિત્ માત્ર સુખને માટે આવું કાર્ય કોણ કરે ? ક્ષણવાર પ્રકાશ મેળવવાને માટે અગ્નિથી પિતાનું ઘર કેણ બાળી નાખે? માટે પાપકારી અને મુક્તિગૃહમાં જતાં આડી ભેગલરૂપ આ બંધુવર્ગના સ્નેહનું અને ઇંદ્રિના વિષયનું મારે કોઈપણ પ્રજન નથી.” આવું ચિતવી પ્રભુએ સારથિને કહ્યું “રથના ઘોડા પાછા વાળ, હું માનવી સ્ત્રીને છોડી અનંત સુખની આપનારી મુક્તિ સ્ત્રીને જ પરણીશ” રથને પાછો વાળતા નેમિનાથને જોઈ યાદવપતિ સમુદ્રવિજયે મનમાં ઉદ્વેગ લાવીને પોતાને હાથી વચમાં નાખે, અને કહ્યું, “હે મેટી બુદ્ધિવાળા વત્સ ! આવા ઉત્સવમય સમયમાં બેધુવને મહા દુઃખદાયી એવું આ શું આરંહ્યું ? હે વત્સ ! આ તરફ મુખપર વસ્ત્ર રાખીને નેત્રમાં આંસુ લાવતાં તારી માતા શિવાદેવી રહેલા છે, તેમના મનોરથરૂપ વૃક્ષને ભાંગ નહીં.” સમુદ્રવિજય આ પ્રમાણે કહે છે તેવામાં નેમિનાથને પાછા વળેલા સાંભળી ઉત્સુક થઈને રામ અને કૃષ્ણ પણ તેમના રથની આડા ફર્યા. બીજા સર્વ ભાઈઓ અને માતાઓ પણ ચંદ્રની ફરતા તારાની જેમ અને પુણ્યવાનને સંપત્તિઓની જેમ ત્યાં આવીને પ્રભુના રથને વીંટાઈ વળ્યા. પ્રભુના ચિત્તને હરનારા હોવાથી મોહરૂપી ચોરના અનુચરે હોય તેવા જણાતા તેઓથી વીંટાયેલા પ્રભુ પ
For Private and Personal Use Only