________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૪૭૩
સર્ગ ૧૩ મે. ]
ભગવતે કહેલું રમશેડનું વૃત્તાંત. મેરૂની જેમ નિશ્ચલ છે. દેવદાનથી પણ તે આ સ્થાનથી ચલિત થશે નહીં. માટે અહીં જ આ બિંબની ફરતો પશ્ચિમાભિમુખી પ્રાસાદ કર, કે જેથી તારું પશ્ચિમાવસ્થામાં કરેલું પુણ્ય શાશ્વત થાય. બીજાં તીર્થોમાં તો ઉદ્ધાર ઘણું થશે, પણ આ તીર્થને ઉદ્ધાર કરનાર તે તું એક જ આ બિબની પેઠે સ્થિર થયેલે રહીશ.” એવી રીતે તેને સમજાવી સંતુષ્ટ થઈ વરદાન આપીને અંબિકા વેગથી અંતર્ધાન પામી જશે. પછી રતાશેઠ પણ તેજપ્રમાણે કરશે.
હત્કર્ષના ભારથી ઉલ્લસિત થયેલા રલશ્રાવક દેવીના કહ્યા પ્રમાણે કરેલા ચૈત્યમાં તે બિંબની પ્રતિષ્ઠા કરાવશે. સૂરિ મંત્રનાં પદેથી આકર્ષિત થયેલા દેવતાઓ તે બિંબ અને ચિત્યને અધિષ્ઠાયક સહિત કરશે. પછી અષ્ટપ્રકારી પૂજા કરી મહાવજ ચડાવી ભક્તિવડે નમ્ર અને ઉદાર તે રતશ્રાવક હર્ષથી મારી આ પ્રમાણે સ્તુતિ કરશે.
“હે અનંત, જગન્નાથ, અવ્યક્ત, નિરંજન, ચિદાનંદમય અને ગેલેક્યતારક એવા સ્વામી ! તમે જય પામો. હે પ્રભુ જંગમ અને સ્થાવર દેહમાં તમે સદા શાશ્વત છે, 'અપ્રશ્રુત અને અનુત્પન્ન છે અને ધાતુ તથા રોગથી વિવર્જિત છે. દેવતાઓથી પણ અચલિત છે, સુર અસુર અને મનુષ્યોથી પૂજિત છો, અચિંત્ય મહિમાવાળા છો, ઉદાર છો અને દ્રવ્યભાવ) શત્રુઓના સમૂહને જીતનારા છે. ત્રણ છત્ર સાથે મળતા, બે ચામરથી વીંજાતા અને પ્રાતિહાર્યની શેભાથી ઉદાર એવા હે વિશ્વાધાર પ્રભુ ! તમને નમસ્કાર છે.” આ પ્રમાણે
સ્તુતિ કરી, પાંચ અંગે પૃથ્વીને સ્પર્શ કરી અને રોમાંચ ધારણ કરીને જાણે મને પ્રત્યક્ષ દેખતે હેય તેમ તે મૂર્તિને જોઈને પ્રણામ કરશે. તે વખતે ક્ષેત્રપાળ પ્રમુખ દેવતાઓની સાથે અંબિકા ત્યાં આવીને તેના કંઠમાં પારિજાતનાં પુષ્પોની માળા પહેરાવશે. પછી તે રવણિક કૃતાર્થ થઈ સૌરાષ્ટ્ર દેશમાં જ રહી સાત ક્ષેત્રમાં દ્રવ્યરૂપ સબીજને વાવીને તેના ફળરૂપ મેક્ષને પામશે. હે કૃષ્ણ! આવી રીતે તે રન મારી પ્રતિમાને પૂજશે, અને તમે પણ તીર્થને ઉદ્ધાર કરવાથી ભાવી તીર્થંકર થશે. પ્રભુની આવી વાણું સાંભળી કૃષ્ણ પૂછયું-“હે પ્રભુ ! મુક્તિને આપનારી આ મૂર્તિ હું કયા તીર્થમાં સ્થાપિત કરું ?' પ્રભુ બોલ્યા- હે કૃષ્ણ! પૂર્વ ઈંદ્ર જ્ઞાનશિલા ઉપર મારો મૂર્તિ સહિત કાંચનમય પ્રાસાદ કરાવ્યો છે, તેની નીચે નવીન પ્રાસાદ કરાવીને આ મૂર્તિ સ્થાપિત કરે.” પ્રભુની આજ્ઞાથી યદુપતિ કૃષ્ણ એક મહાન ચૈત્ય કરાવીને તેમાં ત્રિજગત્પતિ શ્રી નેમિનાથની બ્રહ્મદ્ર
૧. નહીં ચળવાવાળા. ૨ નહીં ઉત્પન્ન થયેલા.
For Private and Personal Use Only