________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સર્ગ ૧૩ મે. ] ભગવતે કહેલું રતશેઠનું વૃત્તાંત.
૪૭૧ છે. આ પ્રતિમાને પ્રાચીન લેપ બગડી જવાથી પ્રતિવર્ષ નવીન લેપ થયા કરે છે. અહિં જ એમનું પ્રતિષ્ઠા સ્થાન છે અને તેને શંકુ અભંગ રહે છે. માટે ફરીવાર લેપ કરાવીને તું તેની પ્રતિષ્ઠા કરાવ; જીર્ણ વસ્ત્રને ત્યાગ કરવાથી નવીન વસ્ત્રો થાય જ છે.” પછી રસશેઠ કહેશે, “માતા ! એવું વચન બોલે નહિ. પૂર્વ મૂત્તિના ભંગથી હું પાપી તો થે જ છું. હવે કદિ તમારી આજ્ઞાથી હું નો લેપ કરાવીશ, પણ મારી જેમ બીજો કોઈ અજ્ઞાની આવશે તો તેને દવંસ કરી નાખશે, માટે હે માત ! પ્રસન્ન થઈને કોઈ અભંગ મૂર્તિ મને આપો કે જેથી જળસ્નાનની પૂજા કરનાર લેકનાં મન પ્રસન્ન થાય.' આવી રવણિકની વાણીને સાંભળી ન સાંભળી કરીને અંબિકા અંતર્ધાન થઈ જશે, એટલે તીવ્ર નિશ્ચયવાળો તે રવણિક પાછો તપ શરૂ કરશે. અંબિકા તેને ક્ષેભ કરવાને ઉપસર્ગ કરશે, પણ તે મહાસત્વ વણિક તેનું દૃઢ રીતે સ્મરણ કરશે. પછી જેનું સિંહવાહન ગજેના કરી રહેલું છે એવી તે કૃષ્પાંડિની અંબિકા સર્વ દિશાઓમાં ઉઘાત કરતી તેની આગળ રિથરપણે પ્રત્યક્ષ થઈને કહેશે–“વત્સ ! તારા આ તીવ્ર સત્વથી હું સંતુષ્ટ થઈ છું, માટે મારી આગળથી જે તારા મનની ઈચ્છા હોય તે માગી લે.” આવું વચન સાંભળી રતશેઠ કહેશે કે, “હે માતા ! આ તીર્થના ઉદ્ધારવિના મારે બીજે કાંઈપણ મને રથ નથી. માટે મને નેમિપ્રભુની વજમય મૂર્તિ આપો કે જે શાશ્વત રહે અને જેથી જળના પૂરથી પૂજન કરનારા લોકો પણ હર્ષ પામે.” પછી અંબિકા કહેશે કે, “વીતરાગ પ્રભુએ તને તીર્થોદ્ધાર કરનાર કહે છે, માટે તું આદરથી મારી સાથે ચાલ, પરંતુ મારા ચરણન્યાસવિના બીજે કાંઈ પણ દૃષ્ટિ નાખીશ નહિં. તે સાંભળી રતશેઠ તે દેવીની પછવાડે ચાલશે. પછી અંબિકા ડાબા હાથ તરફ બીજા શિખરને છેડતી ચાલશે, અનુક્રમે પૂર્વ દિશામાં હિમાદ્રિ પર્વતઉપર આવીને તે કઈ સિદ્ધને કહેશે કે, “કાંચન નામના આ ચયની રક્ષાને માટે દેએ તને અહિં રાખેલે છે માટે તું ભક્તિથી આ બંધ કરેલા દ્વારને સત્વર ઉધાડ.' અંબિકાની એવી આજ્ઞાથી તત્કાલ તે દ્વારને ઉઘાડશે; એટલે તેમાંથી પ્રતિમાઓની કાંતિનો ઉદ્યોત નીકળી બહાર પ્રકાશ કરશે. ઘડાના મુખ જેવડા તે દ્વારમાં અંબિકા પેસી જશે, તેની પછવાડે સેય સાથે બાંધેલા દોરાની જેમ તે ઉત્તમ શ્રાવક રાશેઠ પણ તેમાં પ્રવેશ કરશે. પછી અંબિકા તેમાં રહેલા પ્રત્યેક બિંબને બતાવતાં કહેશે કે, “વત્સ ! આ બિબના જે જે કર્તા છે, તેમનાં નામે તત્પર થઈને સાંભળ. આ બિબ સૌધર્મ પતિએ નીલમણનું બનેલું છે, આ બિંબ નાગકુમારના ઇંદ્ર ધરણ પદ્યરાગમણિથી બનાવેલ છે, આ બિંબો ભરત, આદિત્ય
For Private and Personal Use Only