________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૪૭૦ શત્રુંજય માહાસ્ય.
[ ખંડ ૨ જો. હર્ષથી અમારી પ્રતિમાને પૂછ, પછી અંગમાં આનંદ સુખવડે મગ્ન થઈ મુખ્ય શિખર ઉપર આરૂઢ થશે. છત્રશિલાની નીચે ચાલતાં તેને કંપ થતે તેના જેવામાં આવશે, એટલે તે ભકિતથી ગુરૂને બોલાવીને તેનો હેતુ પૂછશે. અવધિજ્ઞાનવડે જાણીને ગુરૂ તેને આદરથી કહેશે કે “આ તીર્થનો ભંગ અને ઉદ્ધાર તારાથી જ થશે.” પછી રશેઠ કહેશે કે “ હે વિભુ ! જે આ તીર્થને ભંગ મારાથી થવાને હોય તે હવે અહિંથી આગળ ચાલવાની જરૂર નથી, અહીં રહીને જ જિનેશ્વરની પૂજા કરીશ.' ગુરૂ કહેશે કે “તારાથી તીર્થનો ભંગ નથી પણ તારા અનુગામી પ્રાણીઓથી છે, અને તારાથી તે આ તીર્થને અધિક ઉદ્ધાર પ્રભુએ કહ્યો છે.” આવી ગુરૂની વાણી સાંભળી સંઘપતિ રલે ઉત્સવથી યાત્રાળુઓની સાથે સંઘનો પ્રવેશ મુખ્ય શિંગ ઉપર કરાવશે. ત્યાં હર્ષ પામેલા સર્વ યાત્રાળુઓ સત્વર ગજેંદ્રપદ કુંડ (હાથીપગલા) માંથી શુદ્ધ જળ કાઢી કાઢીને સ્નાન કરશે. પછી હર્ષપૂર્ણઅંગે ધૌતવસ્ત્રને ધારણ કરી તે કુંડના જળવડે કળશ ભરીને તેઓ જિનાલયમાં પ્રવેશ કરશે. દેવતાઓએ વાર્યા છતાં તેમની ભાષાને નહિ જાણતા તેઓ હર્ષના આવેશથી મારી લેયમય મૂર્તિને જળથી સ્નાન કરાવશે. તે જળના સ્પશથી તત્કાળ લેયમય મૂર્તિ ગળી જશે અને ક્ષણવારમાં અતિઆદ્ર મૃત્તિકાના પિંડની જેમ થઈ રહેશે. તેને જોતાં જ રતશેઠનું હર્ષરૂપી સરોવર શેકરૂપી અ. ગ્નિથી સંષાઈ જશે. તત્કાળ મૂછિત થઈને શું કરવું ? એવા વિચારમાં તે જડ જે થઈ જશે. તે વખતે તે વિચારશે કે–તીર્થને દવંસ કરનાર મને ધિક્કાર છે, મારા આવા અજ્ઞાનપણાને ધિક્કાર છે, અને આ તીર્થને વિનાશ કરનારા મારા અજ્ઞાની અનુયાયીઓને પણ ધિક્કાર છે. અહિં આવતાં અમારી સર્ભક્તિનું ઉલટું આવું ફળ થયું કે જેથી તીર્થને ઉદ્ધાર ન થતાં તીર્થને ધ્વસ થે. કયા કયા દાન અને કયા
ક્યા તપથી હું આ પાપને હણી નાખીશ, કારણ કે ચાકરના અપરાધમાં સ્વામીને દંડ કરે કહેલ છે. અથવા આવી વ્યર્થ ચિંતા કરવી શા કામની છે ? આ અપરાધમાં મારે આ સ્થિતિ પામેલાને શ્રીનેમિનાથ પ્રભુનું જ શરણ છે. આ પ્રમાણે કહીને બધા લેકે વારશે તે પણ એ રસશેઠ સત્યવાન થઈ મારું સ્મરણ કરી દૃઢ આસને નિરાહાર થઈને બેસશે. તેવી રીતે નિરાહાર થઈને બેસતા અને ઉપસર્ગમાં પણ નહિ કંપતા એ રત વણિકની પાસે એક માસે અંબિકા આવશે. અંબિકાના દર્શનથી જેને હર્ષ થયેલ છે એ તે શેઠ પિતાના તપની પ્રતીતિ જાણુને ઉભે થશે. અંબિકા તેને કહેશે, “વત્સ! તુ ખેદ કેમ કરે છે? તું ધન્ય છે કેમકે તે યાત્રા કરાવીને આ સર્વ પ્રાણુઓને પુણ્યવાન કર્યા
For Private and Personal Use Only