________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શત્રુંજય માહામ્ય.
[ ખંડ ૨ જે. ઈશ્વરે શ્રીનેમિનાથને નમીને તેમના મુખથી તીર્થનું માહાત્મ સાંભળવા લાગ્યા. પ્રભુ બેલ્યા–“આ રૈવતાચલગિરિ પુંડરીક પર્વતનું સુવર્ણમય મુખ્ય શિખર છે. મંદાર અને કલ્પવૃક્ષ વિગેરે ઉત્તમ વૃક્ષોથી વીંટાઈ રહેલું છે. તે મહાતીર્થ ઝરતાં નિઝરણુંઓથી હંમેશાં પ્રાણીઓના પાતકને જોઈ નાખે છે અને સ્પર્શથીપણું અપવિત્રતાને ટાળે છે. આ પર્વત પુણ્યને રાશિ અને પૃથ્વીના તિલક જેવો છે. વળી સર્વશના ચરણથી પવિત્ર થવાને લીધે ત્રણ લેકના આભૂષણરૂપે શોભે છે. સર્વ તીર્થોમાં ઉત્તમ અને સર્વ તીર્થની યાત્રાના ફળને આપનાર આ ગિરિ દર્શન અને સ્પર્શમાત્રથી સર્વ પાપને હણે છે. જલ તથા ફલસહિત અને ભદ્રશાળાદિ વનથી વીંટાએલે આ રમણીય રૈવતગિરિ ઈંદ્રોને એક કીડાપર્વત છે. જ્યાં સુધી રૈવતાચલે જવાય નહીં ત્યાં સુધી જ સર્વપાપ, ત્યાં સુધી જ સર્વ દુઃખ અને ત્યાં સુધી
જ સંસારમાં વાસ છે. આ ગિરિએ આવીને જેઓ પોતાના ન્યાયપાર્જિત ધનને “સત્પાત્રને આધીન કરે છે, તેઓને ભવભવ સર્વ સંપત્તિઓ પ્રાપ્ત થાય છે. ભવિ પ્રાણુઓમાં ઉત્તમ એ જે કોઈ પ્રાણુ આ તીર્થમાં માત્ર એક દિવસ પણ શીલ ધારણ કરે છે તે હંમેશાં સુર, અસુર, નર અને નારીઓથી સેવવા યુગ્ય થાય છે. જે વિવેકી પુરૂષ અહીં દશ પ્રકારના પ્રત્યાખ્યાન (૫) કરે છે તેને અનુક્રમે દશ “પ્રકારનાં સ્વર્ગસુખ મળે છે. આ તીર્થમાં જેઓ ચતુર્થ, છ8, અને અડ્ડમઆદિ તપ
કરે છે તેઓ સર્વ સુખને ભોગવી અવશ્ય પરમપદને પામે છે. જે પ્રાણુ અહીં “ભાવથી શ્રીજિનપ્રતિમાની પૂજા કરે છે તે શિવસુખને પ્રાપ્ત કરે છે. તો માનવસુખની તો વાર્તા જ શી કરવી? જે પ્રાણી અહીં ભાવથી સુસાધુને શુદ્ધ અન્ન, વસ્ત્ર અને પાત્ર વિગેરે વહેરાવે છે તે મુક્તિરૂપી સ્ત્રીને આનંદ પ્રાપ્ત કરે છે. આ તીર્થમાં સુવર્ણ, રૂ, અન્ન અને વસ્ત્રાદિક ભાવપૂર્વક જેટલું આપે છે તેના કરતાં અનંતગણું લીલામાત્રમાં તે મેળવે છે. ત્રણ જગતમાં સર્વ તીર્થોને વિષે ઉત્કૃષ્ટ આ મહાતીર્થ છે. જેમાં નિવાસ કરવાથી તિર્યંચ પણ આઠ ભવની અંદર સિદ્ધિને પામે છે. આ રૈવતગિરિપર વસતા વૃક્ષો અને મયૂરાદિ પક્ષીઓ પણ ધન્ય અને પુણ્યશાળી છે, તો મનુષ્યની શી વાત કરવી? દેવતાઓ, ઋષિઓ, સિદ્ધો, ગંધર્વો અને કિંનરાદિ આ તીર્થની સેવા કરવાને માટે સદા ઉત્સાહથી આવે છે. તેવી કોઈ પણ “દિવ્ય ઔષધિઓ, સ્વર્ણાદિક સિદ્ધિઓ અને રસકૂપિકાઓ નથી, કે જે આ ગિરિમાં શાશ્વતપણે ન હોય. આ તીર્થમાં મોક્ષલક્ષ્મીના સુખરૂપ ગજેંદ્રપદ નામે કુંડ છે, જેમાં કદિપણ જીવ પડતા નથી અને જે સમગ્ર પાપને ટાળવામાં શક્તિ
For Private and Personal Use Only